બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ધ ટ્રાયલ ફેમ' અભિનેત્રી નૂરે કર્યો આપઘાત, સોશિયલ મીડિયા પરની છેલ્લી પોસ્ટે જગાવી ચર્ચા
Last Updated: 10:06 PM, 10 June 2024
કાજોલ સ્ટારર વેબ સીરીઝ ધ ટ્રાયલનો ભાગ રહેલ કલાકાર નૂર મલાબિકા દાસે 6 જૂનનાં રોજ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઓટીટી પ્લેટફોર્મમાં ડીજ્ની પ્લસ હોટ સ્ટારની સુપર હિટ સીરીઝમાં નૂરે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. પોલીસે મુંબઈ સ્થિત તેમનાં ઘરમાંથી તેમનો મૃતદેહ કબ્જે કર્યો છે. તેમજ આજુબાજુનાં પાડોશીઓએ જ્યારે ઘરમાંથી દુર્ગંધ આવવાની વાત કહી હતી. જે બાદ પોલીસે ઘરનો દરવાજો તોડ્યો હતો. અને અંદર નૂરનો મૃતદેહ મળ્યો હતો. નૂરનું ઘર મુંબઈનાં લોખંડવાલામાં આવેલું છે.
ADVERTISEMENT
આ ફિલ્મો અને સીરીઝમાં તેઓએ કામ કર્યું છે
નૂરની ઉંમર 32 વર્ષ હતી અને તે આસામથી હતી. કલાકાર ઈન્ડસ્ટ્રીઝમાં પગ મૂકતા પહેલા તે કતર એયરવેઝમાં એર હોસ્ટેસ તરીકે કામ કર્યું હતું. તેમજ ' ધ ટ્રાયલ' સિવાય નૂરે સિસકિયા, વોકમેન, તીખી ચટણી, જઘન્ય ઉપાય, ચરમસુખ, દેખી અનદેખી અને બેંકરોડ હસલ જેવી ફિલ્મમાં અને વેબ સીરીઝમાં કામ કર્યું છે. નૂરનું અચાનક મૃત્યું પામવું તે તેમનાં શુભચિંતકો માટે ખૂબ જ આઘાતજનક છે.
ADVERTISEMENT
પોસ્ટમાં એક ઉદાસી ગીત પર પ્રદર્શન કર્યું
ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને મુખ્યમંત્રી એકનાથ શિંદેને આ મામલાની સંપૂર્ણ તપાસ કરવા કહ્યું છે. એસોસિએશનનું કહેવું છે કે અભિનેત્રી દ્વારા લેવામાં આવેલા આ પગલાના તળિયે પહોંચવું જરૂરી છે. નૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ હતી અને ઈન્સ્ટાગ્રામ પર તેના 1 લાખ 63 હજારથી વધુ ફોલોઅર્સ હતા. અભિનેત્રીએ 5 દિવસ પહેલા તેની છેલ્લી પોસ્ટ કરી હતી જેમાં તે કેમેરાની સામે સેડ ગીત પર પરફોર્મ કરતી જોવા મળે છે. હવે લોકો પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે કે તેમની આત્માને શાંતિ મળે.
નૂર માલાબીકાની છેલ્લી ઇન્સ્ટા પોસ્ટ
પોસ્ટનાં કેપ્શનમાં નૂરે લખ્યું છે કે બસ એક જ ચહેરો છે અને તે નૂર મલાબિકાનો ચહેરો છે. આ ચહેરો બીજા કોઈ જોડે મળતો નથી અને મને અરીસો દેખવાની જરૂર પડી નથી. મારી સુંદરતા જ મારો પડછાયો છે. કલાકારે પોતાની છેલ્લી પોસ્ટમાં લખ્યું કે મારો અરીસો દુનિયા છે. ક્યારેક તે ખૂબ જ સારી લાગે છે તો ક્યારે તે મને મૂર્ખ ભરી લાગે છે તો ક્યારેક તે મને ખૂબ જ ચંચળ, ક્યારેક ખૂબ જ નખરાળી ભરેલી, તો ક્યારેક ખુશમિજાજ, ક્યારેક દયાળુ હોય છે. તો ક્યારેક શાંત, તો ક્યારે આગની જેમ સળગતી લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Sikandar First Review / હજુ તો 23મીએ રિલીઝ થશે 'સિકંદર'નું ટીઝર, એ પહેલા જ ફિલ્મનો રિવ્યૂ આઉટ, શું સાઉથની રિમેક છે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.