બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:00 AM, 25 April 2025
ખાદ્ય તેલના ભાવમાં ફરી ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં 15 કિલોના ડબ્બાએ 40 રૂપિયાનો ઘટાડો થયો છે.. સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 2300 રૂપિયા પર પહોંચ્યો છે.. ગત દિવાળીથી અત્યાર સુધીમાં 15 કિલોના સિંગતેલના ડબ્બાનો ભાવ 300 રૂપિયા ઘટ્યો છે.
ADVERTISEMENT
રાજકોટમાં માર્કેટીંગયાર્ડમાં મગફળીની ભરપૂર આવક થઇ રહી છે.. છેલ્લા ચાર દિવસમાં 12900 ક્વિન્ટલ મગફળીની આવક થઇ છે તે જોતા આગામી સમયમાં સિંગતેલના ભાવ હજુ વધારે ઘટે તેવી સંભાવના દર્શાવાઇ રહી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં AUDAની મોટી કાર્યવાહી, 750 ઇમારતોને ફટકારી દીધી નોટિસ
ADVERTISEMENT
કપાસિયા તેલના ભાવ પણ હાલ 2200 થી 2280 રૂપિયા પર પહોંચ્યા છે.. તો સોયાબીન તેલના ભાવ પણ 15 કિલોના ડબ્બાએ 2250 થી 2300 રૂપિયા જોવા મળી રહ્યા છે. જ્યારે સનફલાવર ઓઇલના ભાવ 15 કિલોના ડબ્બાએ 2 હજાર રૂપિયાથી લઇને 2150 રૂપિયા જેટલા જોવા મળી રહ્યા છે.. ઓવરઓલ બધા તેલના ભાવમાં હાલ ઘટાડો નોંધાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.