બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસીલો યથાવત, સર્ચ દરમિયાન BSFએ ડ્રગ્સના 20 પેકેટ ઝડપ્યા

એજન્સીઓ સતર્ક / કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસીલો યથાવત, સર્ચ દરમિયાન BSFએ ડ્રગ્સના 20 પેકેટ ઝડપ્યા

Last Updated: 08:22 PM, 25 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છનાં દરિયા કિનારેથી ફરી ડ્રગ્સ ઝડપાવા પામતા એજન્સીઓ સતર્ક થઈ જવા પામી હતી. બીએસએફને બિનવારસી ડ્રગ્સનાં પેકેટ મળી આવ્યા હતા.

કચ્છનાં દરિયા કિનારેથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાવાની ઘટના બનવા પામી છે. જખૌ પાસેથી ફરી ડ્રગ્સનાં 20 પેકેટ મળી આવતા એજન્સીઓ સતર્ક થઈ જવા પામી હતી. છેલ્લા 1 મહિનામાં કચ્છમાંથી ડ્રગ્સનાં 170 પેકેટ મળી આવ્યા હતા.
ચાર દિવસ પહેલા જ 27 શંકાસ્પદ પેકેટ મળ્યા હતા

ભુજનાં જખૌમાંથી શંકાસ્પદ ડ્રગ્સ મળવાનો સિલસીલો હજુ ચાલુ છે. ભુજનાં જખૌમાંથી ડ્રગ્સનાં 27 શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. બીએસએફએ અલગ-અલગ જગ્યાએ હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં પેકેટ મળી આવ્યા હતા. બીએસએફ દ્વારા ઝડપેલા પેકેટ સિન્થેટીક ડ્રગ્સ હોવાનું અનુમાન છે.

17 પેકેટમાંથી 3 પીળા રંગની ટેબલેટ વાળા પેકેટ

બીએસએફ દ્વારા હાથ ધરેલ સર્ચ ઓપરેશન દરમ્યાન 27 શંકાસ્પદ ડ્રગ્સનાં પેકેટ મળી આવ્યા હતા. જેમાં 17 પેકેટમાંથી 3 પીળા રંગની ટેબલેટ વાળા પેકેટ હતા. ત્યારે ફરી એક વખત શંકાસ્પદ ડ્રગ્સનાં પેકેટ મળી આવતા બીએસએફ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલીંગ વધારી દીધું છે.

વધુ વાંચોઃ ગુજરાત કોમન એડમિશન પોર્ટલમાં ખામી સર્જાતા ઋષિકેશ પટેલનું નિવેદન, GCASમાં સુધારા કરવા આપી સૂચના

બે દિવસ પહેલા પણ 19 બિનવારસી પેકેટ મળ્યા હતા

અગાઉ પણ ભુજનાં દરિયા કિનારેથી ડ્રગ્સ મળ્યું હતું. એક અઠવાડિયામાં દરિયા કિનારા અને ક્રિક વિસ્તારમાંથી ડ્રગ્સનાં 129 પેકેટ મળી આવ્યા હતા. બે દિવસ પહેલા પણ કચ્છ સરહદે બિનવારસી ચરસ મળવાનો સિલસિલો યથાવત છે. જેમાં બીએસએફનાં જવાનોને પેટ્રોલિંગમાં હતા ત્યારે વધુ 19 બિનવારસી ચરસનાં પેકેટ મળી આવ્યા હતા. જખૌ દરિયા વિસ્તારમાંથી 19 ચરસનાં પેકેટ મળી આવ્યા હતા. ફરી એક વખત ચરસનાં પેકેટ મળી આવતા તમામ એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Kutch Drugs Drugs Packet
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ