બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડવાનું આખરે મુહૂર્ત નીકળ્યું, આ તારીખથી કામગીરી શરૂ
Last Updated: 07:50 PM, 5 September 2024
શહેરના હાટકેશ્વર બ્રિજ બંધ થવાના કારણે આ વિસ્તારોના રહિશો અને વાહનચાલકોને હાલાકી વેઠવાની વારી આવી છે. ત્યારે હવે આ મામલે મનપા ટૂંક સમયમાં કામગીરી શરૂ કરશે. જેમાં બ્રિજને નવેસરથી બનાવવાની કામગીરી કરવામાં આવશે.
ADVERTISEMENT
હાટકેશ્વર બ્રિજને લઇ મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. જેમાં ટૂંક સમયમાં હાટકેશ્વર બ્રિજ તોડીને બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી જણાવ્યું હતુ. તથા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરવામાં તેમ પણ તેઓએ કહ્યું હતું.
ADVERTISEMENT
રાજસ્થાનની કંપની
તેઓએ જણાવ્યુ હતુ કે હાટકેશ્વર બ્રિજ બાબતે રાજસ્થાનની કંપની તૈયાર થઈ છે. ત્રણ ટેન્ડર રદ થયા બાદ હવે રાજસ્થાની કોન્ટ્રાકટર આ બ્રિજ બનાવવા માટે કવોલીફાઈ થયો હોવાનું તેઓએ જણાવ્યુ હતું. ઉપરાંત ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે અને 10 દિવસ બાદ હાટકેશ્વર બ્રિજ તોડી ને બનાવવા માટે પ્રક્રિયા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અજય ઇન્ફ્રા દ્વારા બ્રિજમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. જેનો ભોગ શહેરના લોકો બન્યા છે. ત્યારે હવે ગુજરાતના કોન્ટ્રાકટર બ્રિજ બનાવવા ન મળતા આખરે રાજસ્થાનની કોન્ટ્રાકટર બ્રિજ બનાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.