ગત ચૂંટણીમાં ભાજપ 99 બેઠકમાં સમેટાઈ જવા પાછળ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં એ સમયે ચાલી રહેલા આંદોલન જવાબદાર હતા પણ આ ચૂંટણીમાં ચિત્ર બદલાઈ ગયું છે.
આંદોલનકારીઓ રાજકારણમાં કેટલા સફળ થશે?
હાર્દિક, અલ્પેશ, જીજ્ઞેશની ત્રિપુટી પર સૌની નજર
હાર્દિક પટેલ વિરમગામથી તો અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી
જીજ્ઞેશ મેવાણી વડગામથી લડે છે ચૂંટણી
ગુજરાતમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી યોજાઇ. જેનું મતદાન આજે પૂર્ણ થઇ ગયું છે. જેનું પરિણામ આજે ગુરુવારને 8 ડિસેમ્બરના રોજ આવશે. 2017માં ભાજપ માંડ કરીને વિધાનસભા ચૂંટણી જીતી શક્યું હતું અને અને નિષ્ણાંતો માને છે કે ગત ચૂંટણીમાં ભાજપ 99 બેઠકમાં સમેટાઈ જવા પાછળ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં એ સમયે ચાલી રહેલા આંદોલન જવાબદાર હતા પણ આ ચૂંટણીમાં ચિત્ર બદલાઈ ગયું છે. આ ચૂંટણીમાં આંદોલનકારીઓની ત્રીપુટીમાંથી હાર્દિક અને અલ્પેશ ભાજપમાં જોડાઈ ગયા છે. જણાવી દઈએ કે જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસમાંથી ચૂંટણી લડે છે ત્યારે આ ત્રણેય નેતાઓની બેઠક પર કેવી છે સ્થિતી આવો જોઈએ....
ગુજરાતમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી યોજાઇ. જેનું મતદાન આજે પૂર્ણ થઇ ગયું છે. જેનું પરિણામ આજે ગુરુવારને 8 ડિસેમ્બરના રોજ આવશે. ત્યારે આ ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કામાં કુલ 64.30 ટકા મતદાન નોંધાયું છે. જે ગત ચૂંટણી કરતા 4 ટકા ઓછું છે. ગુજરાતમાં 2017માં બંને તબક્કામાં કુલ 68 ટકા મતદાન નોંધાયું હતું. ગઇકાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી શરૂ કરાશે.