અમેરિકામાં ફ્લોરેન્સ વાવાઝોડાનો ખતરો યથાવત, 145 કી.મી. પ્રતિ કલાકની ઝપડે ફૂંકાઈ રહ્યો છે પવન

By : vishal 04:24 PM, 14 September 2018 | Updated : 04:24 PM, 14 September 2018
અમેરિકા પર હજુ ફ્લોરેન્સ વાવાઝોડાનો ખતરો ટળ્યો નથી. નોર્થ કૈરોલિના અને બૈરીયર દ્વીપ પર ફ્લોરેન્સ ત્રાટક્યુ છે. જેના પગલે 1.5 લાખ મકાનોમાં વીજળી ગૂલ થઈ છે. તોફાનના પગલે વર્જીનીયા, નોર્થ અને સાઉથ કૈરલાઈનાના તટીય વિસ્તારમાં 15 લાખથી વધુ લોકોએ સ્થળાંતર કર્યું છે. 

તો અમેરિકાના નોર્થ કૈરોલિનામાં કેટલાય વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે. મોરહેડમાં પોલીસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. કારણકે 145 કી.મી. પ્રતિ કલાકની ઝપડે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી તેઓ માટે વાહન ચલાવવા પણ મુશ્કેલ છે. 

બીજી તરફ, અમેરિકા પર મોટા ન્યૂક્લિયરનો ખતરો પણ તોળાયો છે. કારણ કે, ફ્લોરેન્સના રસ્તામાં જ અમેરિકાના 6 ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ છે. પરંતુ હાલ તે સુરક્ષિત હોવાનો દાવો ફેડરલ એજન્સીએ કર્યો છે. તેમનું માનવું છે કે, ફ્લોરેન્સથી નોર્થ અને સાઉથ કૈરલાઈના સ્થિત ન્યૂકિલયર પાવર પ્લાન્ટની સુરક્ષાને નુકસાન પહોંચી શકે છે. રવિવાર સુધી આ ખતરો યથાવત રહી શકે છે. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story