બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:56 PM, 22 June 2024
સામાન્ય રીતે લોકોને પૂછીએ કે મહાભારત યુદ્ધ માટે કોણ જવાબદાર છે? તો જવાબ મળશે કે મામા શકુની. એમને જ પાંડવો અને કૌરવો વચ્ચે નફરતના બીજ વાવ્યા હતા અને અંતે આ નફરત મહાભારતના યુદ્ધમાં પરિવર્તિત થઈ હતી. મહાભારતના પાત્રોમાં મામા શકુનીને સૌથી મોટો વિલન માનવામાં આવે છે પણ આપણા દેશમાં એમની પણ પૂજા કરવામાં આવે છે અને કહેવય છે કે આ મંદિરમાં લોકોની બધી જ મનોકામનાઓ પૂર્ણ પણ થાય છે.
ADVERTISEMENT
આ મંદિર દક્ષિણ ભારતમાં આવેલ કેરળના કોલ્લમ જિલ્લામાં આવેલું છે અને આ મંદિરમાં મામા શકુનીની પૂજા સંપૂર્ણ વિધિ સાથે કરવામાં આવે છે. આ મંદિર મયમકોટ્ટુ મલંચરુવુ મલનાદ મંદિર તરીકે પણ પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું ત્યારે શકુની ખૂબ જ દુઃખી હતા. તેનું મન અસ્વસ્થ થવા લાગ્યું. મહાભારતના યુદ્ધમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા સામ્રાજ્યોને પણ નુકસાન થયું હતું.
ADVERTISEMENT
આ પછી શકુનીએ ભગવાન શિવની પૂજા શરૂ કરી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને દર્શન આપ્યા હતા. હવે જે જગ્યા પર એમને તપસ્યા કરી હતી ત્યાં શકુનીના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. શકુનિએ જે પથ્થર પર તપસ્યા કરી હતી તે પથ્થર આજે પવિત્રેશ્વરમ તરીકે ઓળખાય છે અને તેની પૂજા કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે.
આ મંદિરમાં મામા શકુની ઉપરાંત કિરાતમૂર્તિ અને નાગરાજની પણ પૂજા થાય છે.સાથે જ અહીં મલાક્કુડા મહોલ્લાસવમ ઉત્સવ પણ દર વર્ષે યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. એવી માન્યતા છે કે આ મંદિરમાં કરવામાં આવેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.