બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / અમદાવાદના ગોતામાં આવેલું છે વિશ્વનાથ મહાદેવનું મંદિર, જ્યાં દર્શન માત્રથી મન થાય છે શાંત
Last Updated: 06:30 AM, 2 August 2024
વર્ષો જૂના આ મંદિરે દર સોમવારે અને શ્રાવણ માસમાં પ્રતિદિન વહેલી સવારથી ભક્તોની ભીડ જામે છે. શ્રાવણના સોમવારે દિવસભર ભક્તો મહાદેવને બિલિપત્ર ચડાવે છે. વિશ્વનાથ મહાદેવ મંદિરમા રાખવામાં આવેલી અખંડ જ્યોતના દર્શન કરવા હજારો ભાવિકો મંદિરે આવે છે. અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ADVERTISEMENT
અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલુ છે. જેની સ્થાપના ૧૯૭૮માં કરવામાં આવી હતી. ગોતા દેવનગરના સ્થાનિકોએ વિશ્વનાથ મહાદેવનું મંદિર એક વીઘામાં બનાવ્યુ છે. તહેવારોમાં મહાદેવના મંદિરે ભાવિકોની ભીડ ઉમટી પડે છે. વિશ્વનાથ મહાદેવને સાચા મનથી કોઈ પણ અરજ કરો તો તે અરજ મહાદેવજી પૂરી કરે છે તેવી મંદિરે આવતા ભાવિકોની અતૂટ આસ્થા છે.
ADVERTISEMENT
વિશ્વનાથ મહાદેવના મંદિરમાં હનુમાનજી અને ગણપતિને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. નિયમિત મહાદેવજીના દર્શને આવતા ભાવિકોને મહાદેવજી પર અતૂટ શ્રદ્ધા છે અને મહાદેવજી પણ તેમના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા. વર્ષો જૂના આ મંદિરે દર સોમવારે અને શ્રાવણ માસમાં પ્રતિદિન વહેલી સવારથી ભક્તોની ભીડ જામે છે. શ્રાવણના સોમવારે દિવસભર ભક્તો મહાદેવને બિલિપત્ર ચડાવે છે. વિશ્વનાથ મહાદેવ મંદિરમા રાખવામાં આવેલી અખંડ જ્યોતના દર્શન કરવા હજારો ભાવિકો મંદિરે આવે છે. અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.
આ મંદિર સવારે ૫ વાગ્યે ખુલે છે,મંગળા આરતી સવારે ૫ કલાકે, શણગાર આરતી સવારે ૭ કલાકે, બપોરે ૧૧.૩૦ વાગ્યે ભગવાનને વિશેષ ભોગ ધરવામાં આવે છે. સંધ્યા આરતી સાંજે ૭.૦૦ કલાકે કરવામાં આવે છે. શ્રી વિશ્વનાથ મહાદેવનુ મંદિર ભક્તો માટે અતૂટ આસ્થા અને વિશ્વાસનુ કેન્દ્ર છે..
શ્રી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પ્રતિવર્ષ મહાશિવરાત્રીનો તહેવાર ખુબજ ધામધૂમથી ઉજવાય છે આ દિવસે ભક્તો શિવલિંગને દૂધ અને જળ ચઢાવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ઉપવાસ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. આ મંદિરે પૂજા સ્થળને સુશોભિત કરવાથી લઈને સ્વાદિષ્ટ પ્રસાદ અર્પણ કરવા અને ભજન ગાવા સુધી શિવરાત્રી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ દિવસનું મહત્વ એ છે કે આ દિવસે મહાદેવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા અને આ દિવસે ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવાતી ભગવાન શિવ દરેક મનોકામના પૂર્ણ કરે છે.
આ પણ વાંચોઃ ગુજરાતનું એવું મંદિર જ્યાં ગર્ભગૃહમાં સિવેલા વસ્ત્રો પહેરીને જવાની સખ્ત મનાઈ, ચોરવાડી હનુમાનજી પૂરે છે પરચા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT