અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ભીષણ ગરમીનો વધુ એક રાઉન્ડ શરુ થઈ શકે છે.ત્યારે AMC દ્વારા આગામી 3 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે
અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રી
AMCએ 3 દિવસ ઓરેન્જ એલર્ટ આપ્યું
ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા
AMCએ શહેરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું
રાજ્યમાં આજથી ભીષણ ગરમીનો વધુ એક રાઉન્ડ શરુ થઈ શકે છે. એક તરફ રાજ્યના હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં શનિવાર અને રવિવાર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે બીજી તરફ આજે અમદાવાદમાં આજે ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી જવા પામ્યો છે.
AMC દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તાકીદ કરાઈ
તો વળી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા અમદાવાદ શહેરમાં આગામી ત્રણ દિવસ સુધી ઓરેન્જ એલર્ટ અપાયું છે. AMC દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આગામી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં 44 ડિગ્રીએ પહોંચી શકે છે. જેને લઈને AMC દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તાકીદ કરવામાં આવી છે.
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં યલો એલર્ટ જાહેર કર્યુ
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે આગામી 3 દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 2-3 ડિગ્રીનો વધારો થશે. જો કે, ત્યારબાદ બે દિવસમાં મહત્તમ તાપમાનમાં ફેરફારની સંભાવના નથી. આજે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છમાં જ્યારે રવિવારે સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છમાં કાળઝાળ ગરમીની સંભાવનાના પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરી છે.
ક્યારે ક્યું એલર્ટ?
વ્હાઇટ એલર્ટ - 41 સે.થી ઓછું હોય છે જે સલામત છે
યલો એલર્ટ - 41.1 થી 43.3 સે. હોય છે જે ગરમ દિવસ હોય છે
ઓરેન્જ એલર્ટ - 43.3 થી 44.9 સે. હોય છે જે હીટ એલર્ટ ડે હોય છે
રેડ એલર્ટ - 45 સે. થી વધારે હોય છે જે અત્યંત ગરમ દિવસ રહે છે