આ મામલો સદર બજારની મોડલ બસ્તી સ્થિત દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગર્લ્સ સ્કૂલનો છે. અહીં શિક્ષિકા ગીતા મેડમે 10 વર્ષની વિદ્યાર્થીનીને છત પરથી નીચે ફેંકી દીધી. આરોપી શિક્ષિકાએ અગાઉ વિદ્યાર્થીનીને માર માર્યો અને તેના પર કાતર વડે હુમલો કર્યો હતો.
શિક્ષિકાએ વટાવી હેવાનિયતની હદ
વિદ્યાર્થીની સાથે કર્યુ હેવાનિયતભર્યુ કૃત્ય
આરોપી શિક્ષિકાની પોલીસે કરી ધરપકડ
દિલ્હીના સદર બજાર ખાતે આવેલી એક MCD સ્કૂલમાંથી શિક્ષિકાની બર્બરતાના સમાચાર આવ્યા છે. અહીં શિક્ષિકાએ પહેલા પાંચમા ધોરણની વિદ્યાર્થીની પર કાતરથી હુમલો કર્યો. ત્યારબાદ તેને ઉપાડીને પહેલા માળેથી નીચે ફેંકી દીધી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપી શિક્ષિકાની ધરપકડ કરી છે. જ્યારે પીડિત વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની તબિયત સ્થિર છે. પોલીસે અન્ય બાળકો અને શાળાના સ્ટાફની પૂછપરછની સાથે આ મામલે તપાસ શરૂ કરી છે.
હંમેશા વિદ્યાર્થીનીઓ સાથે નિર્દયી વર્તન કરે છેઃ વિદ્યાર્થીની
પોલીસે જણાવ્યું કે, આ મામલો સદર બજારની મોડલ બસ્તીમાં સ્થિત આવેલી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગર્લ્સ સ્કૂલનો છે. અહીં શિક્ષિકા ગીતા મેડમે 10 વર્ષની વિદ્યાર્થીને છત પરથી નીચે ફેંકી દીધી. આરોપી શિક્ષિકાએ પહેલા વિદ્યાર્થીનીને માર માર્યો અને કાતર વડે હુમલો કર્યો હતો. પોલીસની પૂછપરછમાં શાળાના અન્ય વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે, આરોપી શિક્ષિકાએ આવું કૃત્ય પહેલીવાર નથી કર્યું, પરંતુ તેઓ હંમેશા આવી જ રીતે વિદ્યાર્થીનીઓ સાથે નિર્દયી વર્તન કરે છે. શિક્ષિકા ઘણીવાર વિદ્યાર્થીનીઓને લાકડીથી માર મારે છે.
અનેક વખત આવી ચૂકી છે ફરિયાદો
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી શિક્ષિકાની ફરિયાદ પહેલા પણ ઘણી વખત આવી ચુકી છે. સ્થાનિક લોકોએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું કે, આ અંગે શાળાના મુખ્ય શિક્ષક સહિત MCD અધિકારીઓને પણ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તે શિક્ષિકા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે આરોપી શિક્ષિકાની બર્બરતા સતત વધતી રહી. આનાથી વ્યથિત ઘણા વાલીઓએ પોતાના બાળકોના શાળામાંથી એડમિશન કઢાવી લીધા છે.
ઓરોપીની પૂછપરછ કરી રહી છે પોલીસ
પોલીસે જણાવ્યું કે, હાલ આરોપી શિક્ષિકા ગીતાની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ અંગે બાળકીના પિતાની ફરિયાદના આધારે આરોપી શિક્ષિક વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂછપરછ પૂર્ણ થયા બાદ આરોપી શિક્ષિકાને કોર્ટમાં રજૂ કરીને જેલના સળિયાની પાછળ ધકેલવામાં આવશે.