Monday, August 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

સવર્ણોને 10 ટકા અનામત પર રોક લગાવવાને લઈને સુપ્રીમ કોર્ટનો આવ્યો મહત્વનો નિર્ણય

સવર્ણોને 10 ટકા અનામત પર રોક લગાવવાને લઈને સુપ્રીમ કોર્ટનો આવ્યો મહત્વનો નિર્ણય
સુપ્રીમ કોર્ટે સવર્ણ જાતીના આર્થિક રીતે પછાત લોકોને નોકરીઓમાં 10 ટકા અનામત આપવાના કેન્દ્રના નિર્ણયને અડચણ રૂપ થતી નવી અરજી પર કેન્દ્રથી શુક્રવારે જવાબ માંગ્યો હતો. જેમાં ન્યાયધીશ રંજન ગોગોઇએ સપષ્ટ કર્યું કે સવર્ણ જાતીના આર્થિક રીતે પછાત લોકોને નોકરી અને બીજી રીતે અનામત આપવાના કેન્દ્રના નિર્ણય પર કોઇ રોક લગાવવામાં આવશે નહીં. 

સુપ્રીમ કોર્ટે આ પહેલાં પણ આ પ્રકાની અરજીઓ પર કેન્દ્રને નોટિસ મોકલી છે. જેમાં તહસીન પૂનાવાળા તરફથી દાખલ કરાયેલી નવી અરજીને બીજી ખેચાયેલી અરજીઓ સાથે જોડવાનો શુક્રવારે એટલે કે આજે આદેશ આપવામાં આવ્યો છે.

કેન્દ્રના નિર્ણયને અડચણ રૂપ થતી અરજીઓ "જનહિત અભિયાન એનજીઓ અને યૂથ ફૉર ઇક્વિલિટી" સહિત અનેક પક્ષોએ દાખલ કરી છે. યૂથ ફૉર ઇક્વિલિટીએ પોતાની અરજીમાં બિલને રદ કરવાની માંગ કરી છે. 

એનજીઓના અધ્યક્ષ કૌશલ કાંત મિશ્રા તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે અનામત માટે માત્ર આર્થિક મુદ્દો જ આધાર નથી હોતો આ બિલ સંવિધાનના નિયમોનું ઉલ્લઘન કરે છે. કારણ કે આર્થિક આધાર પર અનામતને સામાન્ય વર્ગ સુધી જ સિમિત નથી રાખી શકાતું અને કુલ 50 ટકાની સુધી પાર નથી કરી શકાતું. 

જ્યારે તહસીન પૂનાવાળા તરફથી દાખલ નવી અરજીમાં બિલને રદ્દ કરવાની માંગ સાથે કહેવામાં આવ્યું છે કે અનામત માટે પછાતવર્ગને માત્ર આર્થિક સ્થિતિથી વ્યાખ્યાયિત ન કરી શકાય.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ