Team VTV06:54 PM, 01 Nov 21
| Updated: 06:55 PM, 01 Nov 21
કલકત્તા હાઈકોર્ટે બંગાળમાં ફટાકડા ફોડવા પર પ્રતિંબંધ આપ્યો હતો. જેને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી. જેમા સુપ્રીમ કોર્ટે તે નિર્ણયને બદલી કાઢ્યો છે.
કલકત્તામાં હાઈકોર્ટ દ્વારા કાલી પૂજા અને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગાવામાં આવ્યો હતો. જે મામલે સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધને હટાવી દીધો છે. વાયુ પ્રદુષણને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો જોકે આ મામલે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને રાજ્યમાં ફટાકડાની આયાત પર પ્રતિબંધ લગાવાની સલાહ આપી.
કલકત્તા હાઈકોર્ટનો નિર્ણય બદલાયો
સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટનો નિર્ણય બદલી કાઢ્યો છે. જેમા ગ્રીન ફટાકડા ફો઼ડવા પર સુ્પ્રીમ કોર્ટે અનુમતી આપી છે. કારણકે તેની ગુણવત્તા સારી હોય છે. કલકત્તા હાઈકોર્ટ દ્વારા ફટાકડા ફોડવા પર પ્રતિંબંધ લગાવામાં આવ્યો હતો. જેને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી અને સુપ્રીમે આજે તે પ્રતીબંધને હટાવી દીધો છે.
ગ્રીન ફટાકડા ફોડવાની મળી મંજૂરી
આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ફટાકડાની આયાત રોકવા માટે સલાહ આપી છે. સાથેજ ગ્રીન ફટાકડા ફોડવાવની પણ સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. પરંતુ તે મંજૂરી પણ એવી જગ્યાએ આપી છે જ્યા હવાની ગુણવત્તા સારી છે. જેથી ત્યા વધારે પ્રમાણમાં પ્રદૂષણ ન ફેલાય.
કોર્ટના આદેશોનું પાલન કરવાની ખાતરી
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા કોર્ટને ખાતરી આપવામાં આવી છે કે તે કોર્ટના આદેશનું પાલન કરશે. સાથેજ સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને તેમજ પશ્ચિમ બંગાળ સરકારને તેમની દલીલોના સંબંધમાં જે પણ ડેટા તેમની પાસે છે તે ડેટાને પણ પ્રસ્તુત કરવાની મંજૂરી આપી છે.