બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The Supreme Court ordered no DNA testing. Said that children are not goods to be sent to forensic labs

આદેશ / બે બાળકોના DNA ટેસ્ટ પર સુપ્રીમકોર્ટે લગાવી રોક, કહ્યું આ ગોપનિયતાનું ઉલ્લંઘન, જાણો કેસ

Last Updated: 10:56 PM, 25 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક કેસમાં સુપ્રીમ કોર્ટે બે બાળકોના ડીએનએ પરીક્ષણ ન કરવા આદેશ આપ્યો. કહ્યું કે બાળકો ફોરેન્સિક લેબમાં મોકલવા માટેનો માલ નથી

  • સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને ફગાવ્યો
  • બાળકોના ડીએનએ પરીક્ષણ ન કરવા આદેશ આપ્યો
  • "બાળકો ફોરેન્સિક લેબમાં મોકલવા માટેનો માલ નથી"


સુપ્રીમ કોર્ટે બે બાળકોના ડીએનએ ટેસ્ટિંગને લઈને હાઈકોર્ટના નિર્ણયને ફગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે ગોપનીયતાના અધિકારની વિરુદ્ધ છે. જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને વિક્રમ નાથની બેન્ચે કહ્યું, ટ્રાયલ કોર્ટે એ વાતને બિલકુલ ધ્યાનમાં લીધી નથી કે બાળકો ફોરેન્સિક માટે મોકલવા આવે તે કોઈ માલ નથી.

શુ છે સમગ્ર કેસ
આ મામલો દહેજ ઉત્પીડનનો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ તેને તેના નાનાભાઈ સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. તેણે તેના પતિ અને તેના ભાઈ વિરુદ્ધ આઈપીસીની કલમ 498A,323 અને 354 હેઠળ કેસ દાખલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટે ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેસ્ટને કાયદેસર રીતે માન્ય રાખ્યો હતો. જો કે ટ્રાયલ અને હાઈકોર્ટ બંનેએ ધ્યાનમાં લીધું ન હતું. તેમણે કહ્યું આ કેસમાં બાળકોનું ડીએનએ ટેસ્ટ કરાવવું યોગ્ય નથી.

કોર્ટે શુ કહ્યું
કોર્ટે કહ્યું કે, ઘણી જગ્યાએ ડીએનએ ટેસ્ટ કરાવવો જરૂરી બની જાય છે, પરંતુ જ્યારે મામલો કંઈક બીજો હોય ત્યારે બાળકોની પ્રાઈવસીને ખતમ કરવી યોગ્ય નથી. ખંડપીઠે કહ્યું કે ડીએનએ ટેસ્ટ બાળકો માટે અત્યારે ખરાબ સાબિત થશે એટલું જ નહીં પરંતુ તેમને જીવનભરની સમસ્યાઓ થઈ શકે છે.

હાઈકોર્ટે આદેશ આપ્યો હતો
ફેબ્રુઆરી 2017માં હાઈકોર્ટે મહિલાની માંગ પર બંને બાળકોના ડીએનએ ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. મહિલાએ ભારતીય પુરાવા અધિનિયમની કલમ 45 હેઠળ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ટેસ્ટની માંગણી કરી હતી. ટ્રાયલ કોર્ટે પણ તેમની માંગણી સ્વીકારી હતી. જોકે, મહિલાના પતિએ અરજીને પડકારી હતી. આ જ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળકો પક્ષકાર નથી.

સંકળાયેલા મુદ્દાઓ

DNA testing Supreme Court ordered ડીએનએ પરીક્ષણ સુપ્રીમ કોર્ટે order
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ