The Supreme Court has slammed the central government on the issue of pollution
ઝાટકણી /
દિલ્હી આપણી રાજધાની છે કલ્પના કરો તમે વિશ્વને શું સંદેશ આપી રહ્યા છો : પ્રદૂષણ મુદ્દે સુપ્રીમે કેન્દ્રને બરોબરની ઝાટકી
Team VTV12:53 PM, 24 Nov 21
| Updated: 01:12 PM, 24 Nov 21
પ્રદૂષણ મુદ્દે સુ્પ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને બરોબરની ઝાટકી. જેમા કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે દિલ્હી આપણી રાજધાની છે જેથી કલ્પના કરો કે તમે વિશ્વને શું સંદેશો આપી રહ્યા છો.
પ્રદૂષણ મુદ્દે સુપ્રિમે કેન્દ્રને બરોબરની ઝાટકી
કહ્યું કલ્પના કરો તમે વિશ્વને શું સંદેશ આપો છો
આગામી 29 તારીખે ફરી સુનાવણી કરાશે
દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણને લઈને સુ્પ્રીમ કોર્ટમા આજે સુનાવણી થઈ જેમા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે તેમની પાસે ઘણી અરજીઓ આવી છે. એક શ્રમીક સંગઠનની માગ છે કે તેમનું કામ જલ્દીથી શરૂ થાય સાથેજ ખેડૂતોએ પણ પરાલીને લઈને પ્રતીબંધ હટાવાની માગ કરી છે. આ મામલે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે પ્રતિબંધ 21 નવેમ્બર સુધી લગાવામાં આવ્યા હતા. હવે પરિસ્થિતી સામાન્ય થઈ ગઈ છે.
26 નવેમ્બરે પરિસ્થિતી વધારે સુધરશે
વધુમાં તેમણે કહ્યું કે 16 નવેમ્બરે દિલ્હીમાં વાયુ ગુણવત્તા સૂંચક આંક 403 બતો જે હવે ઘટીને 290 પહોચી ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવાને કારણે 26 નવેમ્બરે સ્થિતીમાં સુધાર આવશે. આ મામલે કોર્ટે કહ્યું કે પ્રદૂષણથી લડવા માટે વૈજ્ઞાનિક તૈયારીઓ હોવી પણ જરૂરી છે. આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે. તેને લઈને પણ તૈયારી કરવામાં આવે.
સુ્પ્રીમે કેન્દ્રને બરોબરની ઝાટકી
કેન્દ્રને ફટકાર લગાવતા સુપ્રીમે કહ્યું કે વાતાવરણ ખરાબ થયા તો ઉપાય લાવવા જોઈએ. સાથેજ વાયુ પ્રદુષણ રોકવા માટે પણ ઉપાય કરવા જોઈએ. દિલ્હી આપણા દેશની રાજધાની છે. જેથી વિચારો લો કે આપણે વિશ્વને શું સંદેશો આપી રહ્યા છે.
ત્રણ દિવસ પછી ફરીથી મોનિટરીંગ થશે
કોર્ટે કેન્દ્રને તીખા સવાલો કરતા કહ્યું કે હવાના વહેણને કારણે આપણા બધા બચી તો ગયા. પરંતુ તમે શું કર્યું. આ મામલે સોલિસિટર જનરલે કહ્યું કે વાયુ પ્રદૂષણ હવે ઘટ્યું છે. સાથેજ તુષાર મહેતાએ એવું પણ કહ્યું કે તેઓ ત્રણ દિવસ પછી ફરી મોનિટરિંગ કરશે.
29 નવેમ્બરે ફરીથી સુનાવણી થશે
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સોલિસીટર જનરલે કહ્યું કે પ્રદૂષણ ઓછું કરવા સરકારે પબ્લીક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપ્યું છે. સાથેજ 15 વર્ષ કરતા જુના વાહનો પર પણ પ્રતિંબધ લગાવી દેવાયો છે. જે વાહનોને કારણે પ્રદૂષણ ફેલાય છે તેના સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે. જોકે સમગ્ર મામલે કોર્ટે કહ્યું કે દિલ્હી NCRમાં વાયુ પ્રદૂષણને લઈને અંતિમ નિર્ણય નહી સંભળાવે આ એક ગંભીર મુદ્દો છે. જેથી તેની સુનાવણી યથાવત રાખીશું. જેથી આગામી 29 નવેમ્બરે ફરીથી આની સુનાવણી કરવામાં આવશે.