બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:17 AM, 10 July 2024
મહેસાણાથી 40 કિલોમીટર અને કડી થી દશ કિલોમીટરના અંતરે જોટાણા તાલુકાના છેવાડે આવેલું છે સૂરજ ગામ. ચાર થી પાંચ હજારની વસ્તી ધરાવતા સૂરજ ગામમાં રબારીઓના નેસડામાં વસેલા છે મા ખોડિયાર. સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીં બિરાજમાન કલ્યાણકારી દેવીના દર્શને પધારે છે. મા ના દર્શને આવતા દરેક લોકોની મનોકામના માતાજી પૂરી કરતા હોવાની માન્યતા છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે. જેમાં ખાસ કરીને પૂનમ અને રવિવારના રોજ મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શનનો લાભ લેવા અચૂક હાજરી આપે છે.
ADVERTISEMENT
આ મંદિરની સ્થાપના પાછળની લોકકથા
ADVERTISEMENT
માતાજીના ઈતિહાસ વિશે જાણીએ તો આશરે 700 વર્ષ પહેલાં માલધારી અંબોળ પરીવાર ગાયો ભેંસો લઈ શિહોરથી ખોડિયાર માતાજીના પ્રાચીન સ્થાનક વરાણા ગયા હતા. સંતાન સુખ નહિ હોવાથી તેમણે માતાજી પાસે સંતાન સુખની મનોકામના કરતા માતાજીએ તેમને સંતાન સુખ આપ્યું હતું. ત્યારબાદ તેઓએ માતાજીની શિહોર, બાદ સૂરજ ગામમાં સ્થાપના કરી હતી. માતાજીની સૂરજ ગામમાં સ્થાપના બાદ દર્શને આવતા લોકોની મનોકામના પૂર્ણ થતાં દિન પ્રતિદિન ભક્તોની આસ્થામાં વધારો થતો ગયો અને આજે દૂરદૂરથી ભાવિકો ખોડિયાર માતાજીના દર્શન કરવા આવે છે.
માતાજીની સૂરજ ગામમાં આવેલા રબારીઓના નેસડામાં સ્થાપના કરવામાં આવી. અને માલધારી સમાજ તેમની સેવા પૂજા કરવા લાગ્યો. દેત્રોજ પરીવારની મા ખોડીયાર કુળદેવી હોવાથી તેઓ પણ તેમના દર્શને આવે છે. સમગ્ર ગુજરાતભરમાં ભાવિકો માતાજીના દર્શને આવે છે અને તેમના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
આ દિવસોએ અહીં ભરાય છે મેળો
ચૈત્ર સુદ નવરાત્રીની આઠમ, આસો સુદ નવરાત્રીની આઠમ અને મહાસુદ પૂનમના દિવસે માતાજી મંદિરે મેળો ભરાય છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને ઉમટી પડે છે. મા ખોડીયાર નિસંતાન દંપતીઓને સંતાન આપતી હોવાની લોકોની માન્યતા છે અને તેમની માન્યતા પૂરી થતી હોવાનુ પણ માનવામાં આવે છે. ગામમાંથી બહાર જઈને વસતા ગ્રામવાસી વર્ષ દરમ્યાન વારે તહેવારે નિયમિત માતાજીના દર્શન કરવા આવે છે.
700 વર્ષ જુના મંદિરનું થોડા સમય પહેલાજ પુનઃનિર્માણ કરાયું
મા ખોડિયારના આશરે 700 વર્ષ જેટલા પ્રાચીન મંદિરનું થોડા સમય પહેલાં જ પુનઃનિર્માણ કરી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ભક્તોની માતાજીમાં ખૂબ આસ્થા છે. માતાજીના દર્શને આવી લોકો ખૂબ શાંતિ મેળવે છે. માતાજીના દર્શન માત્રથી દર્શનાર્થીઓ મનની શાંતિનો અનુભવ કરે છે. માતાજીના દર્શન માત્રથી લોકોના કષ્ટ દૂર થવાની માન્યતા છે.
નિઃસંતાન દંપતિઓને મળે છે ખોળાનો ખુંદનાર
નિસંતાન દંપતીની સંતાન મેળવવાની માનતા પૂર્ણ થતાં તેઓ ઘોડિયું માતાજીના ચરણોમાં મૂકે છે. માતાજી સંસ્થાન દ્વારા આવનાર ભક્તો માટે રવિવાર અને પૂનમના દિવસે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે જ્યાં ભક્તો માતાજીના દર્શન બાદ પ્રસાદ મેળવી તૃપ્ત થાય છે.
આ પણ વાંચોઃ ગુજરાતનું 400 વર્ષ જૂનું મંદિર, જ્યાં રામાયણના તમામ પ્રસંગોનુ મંદિરની કોતરણીમાં વર્ણન
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.