The suicide of a student studying in Ahmedabad IIM
આપઘાત /
અમદાવાદ IIMમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત, હોસ્ટેલના રૂમમાં એકલી હતી અને..
Team VTV08:56 PM, 20 Jan 21
| Updated: 10:03 PM, 20 Jan 21
અમદાવાદ IIMની એક વિદ્યાર્થિનીએ પોતાના જ રૂમમાં આપઘાતની ઘટના સર્જાઈ છે. PGPM કોર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું છે.
અમદાવાદ IIMમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત
PGPMના બીજા વર્ષની વિદ્યાર્થીનીએ ભર્યુ પગલું
હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો લગાવીને જીવન ટૂંકાવ્યું
અમદાવાદ IIMની એક વિદ્યાર્થિનીએ પોતાના જ રૂમમાં આપઘાતની ઘટના સર્જાઈ છે. PGPM કોર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું છે. પોતાના રૂમમાં જ ગળેફાંસો લગાવવાની આ ઘટનાથી ચકચારી મચી છે. ઘટનાની જાણ થતાં સેટેલાઈટ પોલીસ દોડી ગઈ છે.
IIMમાં સાંજ પડતાની સાથે એક વિદ્યાર્થિનીએ પોતાના જિંદગીનો અંત આણ્યો છે. સાંજના સમયે PGPMમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી અને મૂળ બિહારની યુવતીએ ગળાફાંસો લગાવી આત્મહત્યા કરી છે. બિહારની આ યુવતી સંસ્થાની હોસ્ટેલના રૂમમાં એકલી હતી. તે દરમિયાન અગમ્ય કારણોસર આત્મહત્યા કરતા કેમ્પસમાં હડકંપ મચ્યો હતો.
યુવતી મૂળ બિહારની વતની હતી
મૂળ બિહારના મુઝફ્ફરનગરની યુવતી દ્રષ્ટિ રાજકાનાની ઉંમર 25 વર્ષ હોવાનું સામે આવ્યું છે. દ્રષ્ટિ આજે સાંજે 4 વાગ્યાની આસપાસ હોસ્ટેલમાં અગમય કારણોસર ગળાફાંસો લગાવ્યો હતો. દ્રષ્ટિ PGPMમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ઓનલાઇન એજ્યુકેશન ચાલતું હોવાથી હોસ્ટેલમાં જ રહી અને અભ્યાસ કરતી હતી. હાલમાં કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. યુવતીએ ક્યાં મામલે આત્મહત્યા કરી તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.