The student mistakenly reached a different center to take the exam, then Borsad praised the work of the police
SHORT & SIMPLE /
ભૂલથી અલગ કેન્દ્રમાં પરીક્ષા આપવા પહોંચી ગયા વિદ્યાર્થી, પછી બોરસદ પોલીસનું કામ વખાણે એવું
Team VTV10:48 PM, 20 Mar 23
| Updated: 10:54 PM, 20 Mar 23
ધો. 10 ની પરીક્ષા હાલમાં ચાલી રહી છે. ત્યારે પરીક્ષાર્થીઓ અન્યત્ર કેન્દ્ર પર પરીક્ષા આપવા પહોંચી ગયા હતા. ત્યારે પોલીસ જવાન દ્વારા પરીક્ષાર્થીઓને તેમનાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી સહારનીય કામગીરી કરી છે.
બોરસદ ગ્રામ્ય પોલીસ જવાનની સરાહનીય કામગીરી
પોલીસે પરીક્ષાર્થીઓને પહોંચાડ્યા પરીક્ષા કેન્દ્ર પર
ભૂલથી પરીક્ષાર્થીઓ અન્ય પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા પહોચ્યા હતા
હાલમાં ધો. 10 ની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે અમુક વખત પરીક્ષાર્થી જે જગ્યાએ પેપર આપવાનું હોય તેની જગ્યાએ અન્યત્ર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય છે. તેવો જ એક બનાવ બોરસદ ખાતે બનવા પામ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પરથી તેઓને સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા હતા.
સમગ્ર રાજ્યમાં હાલ ધો. 10 અને ધો. 12 ની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે ભૂલથી દહેવાણ કેન્દ્રમાં પરીક્ષાર્થી પરીક્ષા આપવા પહોચ્યા હતા. ત્યારે બોરસદ ગ્રામ્ય પોલીસ દ્વારા સહારનીય કામગીરી કરી પોલીસ કર્મીએ પરીક્ષાર્થીઓને સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોચાડ્યા હતા. ત્યારે પેપર શરૂ થવાની માત્ર 10 મિનિટ બાકી હતી ત્યાં સુધી પોલીસ કર્મી દ્વારા પરીક્ષાર્થીઓને કઠાણા પરીક્ષા કેન્દ્ર પર પહોચાડવા પોલીસ જવાન ભગવતસિંહ ગોહિલે જવાબદારી ઉઠાવી હતી. પોલીસ જવાને પોલીસની ગાડીમાં પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા હતા.