The student got dizzy after standing for hours, some left the college, in the committee action raging with 35 students in this college in Gujarat.
જામનગર /
વિદ્યાર્થીને કલાકો સુધી ઉભો રાખતા ચક્કર આવી પડી ગયો, કેટલાકે કોલેજ છોડી, 35 વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થતા કમિટી એક્શનમાં
Team VTV04:48 PM, 23 Dec 21
| Updated: 04:51 PM, 23 Dec 21
જામનગરમાં સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં રેગિંગની ઘટનાને પગલે એન્ટી રેગિંગ કમિટી એક્શનમાં આવી છે. આ ઘટનામાં બંને પક્ષે 45 વિદ્યાર્થીઓના નિવેદન લેવાયા. અહેવાલ બાદ લેવાશે પગલા
જામનગરની ફિઝિયોથેરાપી કોલેજમાં રેગિંગ
પ્રથમ વર્ષના વિધાર્થીઓ સાથે થઈ રહેલો રેગિંગ
તપાસ માટે ત્રણ સદસ્યોની બનાવાઈ કમિટી
જામનગરમાં સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં રેગિંગની ઘટનાને પગલે એન્ટી રેગિંગ કમિટી એક્શનમાં આવી છે. આ ઘટનામાં બંને પક્ષે 45 વિદ્યાર્થીઓના નિવેદન લેવાયા હતા. કોલેજમાં આરોપ પ્રમાણે સિનિયર દ્વારા 35થી વધુ જુનિયરના રેગિંગ થયાનું કહેવાઈ રહ્યું છે. રેગીંગ દરમિયાન એક વિદ્યાર્થીને કલાકો સુધી ઉભો રાખતા ચક્કર આવી પડી ગયો હોવાની પણ સુત્રોમાંથી માહિતી મળી રહી છે. રેગિંગની ઘટના બાદ કેટલાક વિધાર્થીઓ કોલેજ છોડીને જતા રહ્યા હોવાની વાતે પણ ચકચાર જાગી છે. એન્ટી રેગિંગ કમિટીનાં અહેવાલમાં રેગિંગ થયાનો અહેવાલ આવશે તો સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. તેમ સરકારી ફિઝિયોથેરાપી કોલેજનાં પ્રિન્સીપાલનું કહેવું છે.
કસૂરવાર સામે પગલાં,પણ અહેવાલ બાદ
સરકારી ફિઝીયોથેરાપી કોલેજના વિધાર્થીઓએ લેખિત કરેલી રજૂઆતમાં કહ્યું કે, જ્યારથી તેઓ અભ્યાસાર્થે અહી આવ્યા છે ત્યારથી,ત્રીજા અને ચોથા વર્ષના વિધાર્થીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે.પરિણામે કેટલાક વિધાર્થીઓ હોસ્ટેલ છોડી જતા રહ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા,પ્રિન્સિપાલે તાત્કાલિક ત્રણ સદસ્યોની કમિટી બનાવી તપાસના આદેશ આપ્યા છે. અને તુરંતમાં જ કમિટી અહેવાલ સુપરદ કરશે. ત્યારબાદ, જે કોઈ કસૂરવાર હશે તેમની સામે એ પ્રમાણે પગલાં લેવાશે