જયારે કોઈ કલાકાર શો છોડવાનો નિર્ણય કરે છે ત્યારે મને ઘણું દુઃખ થાય છે. આ એક પરિવાર છે જેને હું શો માં લઈને આવું છું. - અસિત મોદી
શો નાં કિરદાર લોકોને ફક્ત અમારા આ એક જ શોમાં જોવા મળે છે.
હું બસ એમ જ ઈચ્છું છું કે બધા એક સાથે રહે અને સાથે સફળતાને માણે - અસિત કુમાર મોદી
14 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ઓડીયન્સની પહેલી પસંદ બનીને રહ્યું છે. શો ની સૌથી મોટી સ્ટાર દિશા વાકાણી આ શો ને છોડીને ચાલી ગઈ છે. એ છતાં પણ તારક મહેતા શો એ ટીઆરપીની લીસ્ટમાં જગ્યા બનાવીને રાખી છે. આટલી સફળતા વચ્ચે તારક મહેતા શો પર ઘણાં સંકટનાં વાદળો ઘેરાયા છે.
Check the thread to see how excited we are to have celebrated 14 years of love and laughter. This wouldn't be possible without your support. Thank you for always walking hand in hand with us through this journey called Taarak Mehta Ka Ooltah Chashmah! pic.twitter.com/QPampPbAWG
— Taarak Mehta Ka Ooltah Chashmah (@TMKOC_NTF) August 6, 2022
કોન્ટ્રાક્ટ થયો જરૂરી
એક મીડિયા ઈન્ટરવ્યુંમાં અસિત કુમાર મોદીએ કહ્યું હતું કે, 'ઓડીયન્સે આ શોને આટલો પ્રેમ આપ્યો છે, એ એટલા માટે જ કારણ કે શો નાં કિરદાર લોકોને ફક્ત અમારા આ જ શોમાં જોવા મળે છે. જો આ કલાકરો બીજા કિરદાર પણ નિભાવવા લાગે તો શો ના કિરદારની વેલ્યુ આપમેળે ઓછી થઇ જાય છે. જયારે કોઈ કલાકાર શો છોડવાનો નિર્ણય કરે છે ત્યારે મને ઘણું દુઃખ થાય છે. આ એક પરિવાર છે જેને હું શો માં લઈને આવું છું. હું એમની પરેશાનીઓને સમજીને તેને દુર કરવાની કોશિશ કરું છું. આ શો એક જર્ની છે જે ક્યારેય નહીં અટકે અને આમાં ઘણાં લોકો અટકશે પણ ખરી અને છોડીને પણ જશે.'
આગળ એમને કહ્યું હતું કે ' મેં ક્યારેય ઈગો ઇસ્યુ નથી આવવા દીધા. હું બસ એમ જ ઈચ્છું છું કે બધા એક સાથે રહે અને સાથે સફળતાને માણે. એ છતાં પણ લોકો શો છોડીને જવા માંગે છે તો હું શું કરું? લોકોએ એમને ઘણો પ્રેમ આપ્યો છે અને જયારે એ લોકો શો છોડીને જાય છે ત્યારે લોકોને પણ ઘણું દુઃખ થાય છે.'
— Taarak Mehta Ka Ooltah Chashmah (@TMKOC_NTF) August 9, 2022
શૈલેશ લોઢાનાં શો છોડવા પર શું બોલ્યા?
'દિશા વાકાણી પછી તારક મહેતાનાં શૈલેશ લોઢાએ શો છોડી દીધો છે. જો કે હજુ આ વાત મેકર્સે બહાર પાડી નથી. શૈલેશ બીજા શો માં નજર આવશે. શૈલેશનાં શો છોડવાની વાત પર આસિત મોદી બોલ્યા હતા કે કોઈના જવાથી આ શો અટકશે નહીં. જો જુના તારક પાછા આવે તો સારું છે બાકી નવાં તારક જરૂર આવશે.'