રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના વધુ 16 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 6 કેસ, સુરતમાં 3 ઓમિક્રોનના કેસ, આણંદમાં 3 કેસ નોંધાયા
ગુજરાતમાં ઓમિક્રોન પણ વધે છે
છેલ્લા 24 કલાકમાં વધુ 16 કેસ
રાજ્યમાં ઓમિક્રોનના 113 કેસ
રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના વધુ 16 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 6 કેસ, સુરતમાં 3 ઓમિક્રોનના કેસ, આણંદમાં 3 કેસ નોંધાયા છે. તેમજ અમરેલીમાં એક ઓમિક્રોનનો કેસ, બનાસકાંઠા અને ભરૂચમાં ઓમિક્રોનનો કેસ, જુનાગઢ જિલ્લામાં પણ ઓમિક્રોનનો એક કેસ નોંધાયો છે. અમદાવાદ અને સુરત દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોનના 113 કેસ નોંધાયા છે. ઓમિક્રોનને માત આપીને કુલ 54 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધી ઓમિક્રોનને કારણે એકપણ દર્દીનું મૃત્યુ નથી.
ઓમિક્રોનના કેસની વિગત
ગુજરાતમાં આજે 24 કલાકમાં કોરોનાના વેરિયન્ટ ઓમિક્રોનના 16 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 6, સુરત શહેરમાં 3, આણંદમાં 3, અમરેલીમાં 1, બનાસકાંઠામાં 1, ભરૂચમાં 1 અને જૂનાગઢ શહેરમાં 1 ઓમિક્રોનનો દર્દી નોંધાયો છે. આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં 113 ઓમિક્રોનના કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે કુલ 54 દર્દી સાજા થઇ ચૂક્યા છે. જ્યારે રાજ્યમાં ઓમિક્રોનથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી.
કોરોનાની રાજ્યમાં સ્થિતિ
ગુજરાતમાં છેલ્લા 24માં કોરોના વાયરસના નવા 654 નવા કેસ નોંધાયા છે. જ્યારે 63 દર્દીઓ સાજા થયા છે, જોકે એકપણ દર્દીનું મોત નથી થયું. તો હાલ રાજ્યમાં 2962 એક્ટિવ કેસ છે. જેમાંથી વેન્ટીલેટર પર 17 દર્દીઓ છે અને 2945 દર્દી સ્ટેબલ છે. રાજ્યનો રિકવરી રેટ 98.43 ટકા જેટલો છે. આજે 188125 લોકોનું વેક્સિનેશન થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 818652 દર્દીઓ સાજા થયા અને 10118 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,94,35,345 લોકોનું વેક્સિનેશન થઇ ચૂક્યું છે.
અમદાવાદમાં રાજ્યના અડધા કેસ નોંધાયા છે. અમદાવાદમાં આજે 317 કેસ નોંધાયા છે. રાજ્યમાં અમદાવાદમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે.
કઇ જગ્યાએ કેટલાક કેસ નોંધાયા
અમદાવાદ શહેરમાં 311 અને ગ્રામ્યમાં 6 કેસ સાથે કુલ જિલ્લામાં 317 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 97 અને ગ્રામ્યમાં 19 કેસ સાથે જિલ્લામાં 126 નોંધાયા છે. વડોદરા શહેરમાં 38 અને ગ્રામ્યમાં 3 કેસ સાથે જિલ્લામાં કુલ 41 કેસ નોંધાયા છે. તો રાજકોટ શહેરમાં 21 કેસ અને ગ્રામ્યમાં 11 કેસ સાથે જિલ્લામાં કુલ 31 કેસ નોંધાયા છે. જામનગર શહેરમાં 12 અને ગ્રામ્યમાં 5 કેસ સાથે જિલ્લામાં કુલ 17 કેસ નોંધાયા છે. ગાંધીનગર શહેરમાં 9 અને ગ્રામ્યમાં 9 કેસ સાથે જિલ્લામાં કુલ 18 કેસ નોંધાયા છે.