બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / The solution to the biggest problem after sending a message on WhatsApp has been found! Big update coming soon

તમારા કામનું / WhatsApp પર મેસેજ મોકલ્યા પછી થતી સૌથી મોટી પ્રોબ્લેમનું મળી ગયું સોલ્યુશન! જલ્દી આવી રહ્યું છે જોરદાર અપડેટ

Megha

Last Updated: 01:56 PM, 16 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ ફરી એક વખત WhatsApp હવે એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે અને આ ફીચરથી યુઝર્સને ઘણો ફાયદો થશે.

  • WhatsApp હવે એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે
  • નવું ફીચર WhatsAppના લેટેસ્ટ બીટા વર્ઝનમાં જોવા મળશે
  • જલ્દી જ WhatsApp પર એક એડિટ બટન જોવા મળશે

WhatsApp નો ઉપયોગ આજે લગભગ દરેક લોકો કરતા જ હશે. અ માટે જ તેનો સમાવેશ સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી એપમાં થાય છે. WhatsApp માં સરળ અને વધુમાં વધુ ફીચર્સ આપવામાં આવ્યાં છે, જે તેની લોકપ્રિયતા ઘણી વધી છે. અ સાથે જ WhatsApp સતત નવી સુવિધાઓ રજૂ કરીને તેના યુઝર્સના અનુભવમાં વધારો કરે છે. હાલ ફરી એક વખત WhatsApp હવે એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે અને આ ફીચરથી યુઝર્સને ઘણો ફાયદો થશે. જણાવી દઈએ કે આ નવું ફીચર WhatsAppના લેટેસ્ટ બીટા વર્ઝનમાં જોવા મળશે. 

જલ્દી જ WhatsApp પર એક એડિટ બટન જોવા મળશે અને તેનાથી તમે તમારા મેસેજને એડિટ કરી શકો છો. તેને લઈને એક મીડિયા રિપોર્ટ જાણકારી આપી છે અને તેમાં આ અંગેના સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યા છે. 

સ્ક્રીનશોટમાં બતાવવામાં આવ્યું છે કે જો મેસેજ મોકલનાર તેના મેસેજ ને એડિટ કરશે તો તેને નીચે Edited લેબલ લાગી જશે એ પરથી સામેની વ્યક્તિને ખબર પડશે કે આ મેસેજ એડિટ કરવામાં આવ્યો છે. હજુ એ વાત પર કોઈ માહિતી બહાર આવી નથી કે WhatsApp મેસેજ એડિટ કરવા પર નોટિફિકેશન મોકલવામાં આવશે કે નહીં. 

આ સિવાય એ વિશે પણ કોઈ માહિતી બહાર આવી નથી કે WhatsApp મેસેજ એડિટનો ટાઈમ અને તારીખ પણ શો કરશે કે નહીં. ખાસ જણાવી દઈએ કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે WhatsApp મેસેજને એડિટ કરવા માટે માત્ર 15 મિનિટનો સમય આપશે. અને આ સમયમાં મેસેજ મોકલનારને તેની ભૂલ સુધારવાનો મોકો મળશે. આ સિવાય હજુ એ પણ સાફ નથી કે WhatsApp  એડિટ કરેલ મેસેજના ઓરીજનલ મેસેજ જોવાનો ઓપ્શન આપશે કે નહીં. 

આ વિશે હજુ વધુ માહિતીની રાહ જોવામાં આવી રહી છે. આ ફીચર્સને WhatsAppના એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.222.22.14માં જોવામાં આવ્યું છે. યુઝર્સ માટે આ ફીચર્સ ક્યારે બહાર પાડવામાં આવશે એ વિશે હજુ કોઈ માહિતી મળી નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

WhatsApp WhatsApp Features વોટ્સએપ વોટ્સએપના નવા ફીચર્સ WhatsApp feature
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ