બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 16 જાન્યુઆરીએ ઠપ થઇ જશે સમગ્ર વિશ્વનું ઇન્ટરનેટ? સોશિયલ મીડિયામાં વાયરલ Digital Shutdownથી હડકંપ
Last Updated: 10:48 AM, 15 January 2025
'ધ સિમ્પસન' (Simpsons Mystery)શો એક ફેમસ એનિમિટેડ શો છે જેમાં ઘણી ઘટનાઓ દર્શાવવામાં આવે છે જે ઘણી વખત પાછળથી સાચી પડતી હોય છે તેનો હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કારણ કે તેમાં બતાવાયું છે કે આજે આખા વિશ્વનો આધાર જેની ઉપર છે તેવું ઈન્ટરનેટ 16 જાન્યુઆરી 2025ના રોજ આખા વિશ્વમાં બંધ થઈ જશે.
ADVERTISEMENT
આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે એક વિશાળ શાર્ક સમુદ્રની અંદર રહેલા ઈન્ટરનેટ કેબલને કાપી દે છે જેના લીધે પૂરી દુનિયામાં ઈન્ટરનેટ સેવા બંધ થઈ જે છે. આ પહેલા પણ તેણે ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2016 માં ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે. જો કે ઇન્ટરનેટની આગાહીનો દાવો ખોટો હોવાનું મનાઈ રહ્યું છે.
ADVERTISEMENT
ડોનાલ્ડ ટ્રમ્પની શપથ વિધિ સાથે જોડાણ
આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના 16 જાન્યુઆરી, 2025 ના રોજ બનશે અને તેનો સંબંધ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ સાથે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ટ્રમ્પનો શપથ ગ્રહણ 20 જાન્યુઆરી, 2025 ના રોજ થવાનો છે, જે આ દાવાને ખોટો બનાવે છે. પરંતુ પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે.
શું છે હકીકત?
નિષ્ણાતો અને ફેક્ટ ચેક કરતી સંસ્થા કહે છે કે આ વીડિયો સંપૂર્ણપણે સંપાદિત છે. 'ધ સિમ્પસન્સ' એ ક્યારેય આ આગાહી કરી નથી. 'ધ સિમ્પસન્સ' તેના વ્યંગ અને કાલ્પનિક આગાહીઓ માટે જાણીતું છે, પરંતુ વાયરલ વીડિયોમાં બતાવેલ દ્રશ્ય શોના કોઈપણ સત્તાવાર એપિસોડ સાથે મેળ ખાતું નથી.
કેમ થઈ રહ્યો છે વીડિયો વાયરલ?
સોશિયલ મીડિયા પર ફેક અથવા સનસનાટી વાળું કન્ટેન્ટ ઝડપથી ફેલાય છે. આ વિડીયોને 'ધ સિમ્પસન્સ' ની વિશ્વસનીયતા અને ડોનાલ્ડ ટ્રમ્પના રાજકીય પ્રભાવ સાથે પણ જોડવામાં આવ્યો છે, જેના કારણે તે વધુ વાયરલ થયો છે. આ સાથે, ઇન્ટરનેટ બંધ જેવી કાલ્પનિક પરિસ્થિતિઓએ પણ લોકોની ઉત્સુકતા વધારી છે.
ધ સિમ્પસન્સ શોની ભવિષ્યવાણી
ધ સિમ્પસન્સ શોમાં ઘણીવાર એવી ઘટનાઓ દર્શાવવામાં આવી છે જે પાછળથી સાચી પડી હોય કે એવું હકીકતમાં બન્યું હોય. જેમ કે સ્માર્ટ વોચ અથવા 2016 માં ટ્રમ્પનું રાષ્ટ્રપતિ બનવું. પરંતુ આ કિસ્સામાં શોનો આગાહીનો દાવો સંપૂર્ણપણે ખોટો છે.
વધુ વાંચો: બ્રિટન સરકારમાં મંત્રી પદેથી શેખ હસીનાની ભત્રીજીનું રાજીનામું, ગંભીર આક્ષેપો મૂકાતા લીધો નિર્ણય
16 જાન્યુઆરી 2025 ના રોજ વિશ્વભરમાં ઈન્ટરનેટ બંધ થવાનો વીડિયો એ સંપાદિત વીડિયો છે આ અંગે કોઈ જ અધિકારીત માહિતી આવી નથી. સંપૂર્ણપણે સત્યતાની તપાસ કર્યા વિના કોઈ વાયરલ વીડિયો પર ભરોસો કરવો જોઈ નહીં. અને સોશિયલ મીડિયા પર ફેલાતી વાતો અને અફવાઓથી પ્રભાવિત થવાને બદલે ઓથેન્ટિક સોર્સમાંથી જ માહિતી મેળવીને તેના પર વિશ્વાસ કરવો યોગ્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.