માઇનિંગ એન્જીનીયર જસવંત સિંહ ગિલની સત્ય ઘટનાં આધારિત ફિલ્મ 'મિશન રાનીગંજનું ટ્રેઈલર રિલીઝ કરાયું છે.
'મિશન રાનીગંજને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ
માઇનિંગ એન્જીનીયર જસવંત સિંહ ગિલ પર આધારિત છે ફિલ્મ
ફિલ્મનું ટ્રેઈલર રિલીઝ કરાયું
બૉલીવુડના ખેલાડી અક્ષય કુમાર છેલ્લા કેટલાક સમયથી પોતાની આગામી ફિલ્મ 'મિશન રાનીગંજ: ધ ગ્રેટ ભારત રેસ્ક્યુને લઈને ચર્ચાના ચકડોળે ચડ્યા છે. આ ફિલ્મ માઇનિંગ એન્જીનીયર જસવંત સિંહ ગિલ પર આધારિત છે. સોમવારે મેકર્સએ આ ફિલ્મનું ટ્રેઈલર રિલીઝ કર્યું છે. ટ્રેઈલરમાં અક્ષય જસવંત સિંહના રોલમાં નજરે પડી રહ્યા છે.
7 સપ્ટેમ્બરના રોજ મેકર્સે આ ફિલ્મનું ધમાકેદાર ટીઝર રીલીઝ કર્યું છે. આ કહાનીને લઈને લોકોના મનમાં ઉત્સુકતા જગાડી દીધી છે. તો હવે ટ્રેઈલરથી ફિલ્મની કહાનીને લઈને વધુ પાસા સામે આવ્યા છે. જસવંત સિંહ ગિલના રોલમાં અક્ષય જબરદસ્ત લાગી રહ્યા છે.
ટ્રેઈલરમાં દેખાડવામાં આવ્યું છે કે ખાણમાં પાણી ભરાઈ જવાથી મજૂરો અંદર ફસાઈ જાય છે. તેમની સંખ્યા 65 છે. મજુરોના પરિવાજનો પરેશાન છે. દરેક લોકો તેમને બચાવવાંનો પ્રયાસ કરી રહ્યા છે. આ ટ્રેઈલર ખુબ જ ધમાકેદાર લાગી રહ્યું છે. આ ફિલ્મમાં રવિ કિશન પણ છે. તેઓ ખાણમાં ફસાયેલાં માઈનર્સના રોલમાં છે. તો બૉલીવુડ એક્ટર પરિણીતી ચોપરા પણ આ ફિલ્મમાં નજર આવશે જે જસવંત સિંહ ગિલના પત્નીના રોલમાં જોવા મળશે.
આવી છે ફિલ્મની કહાની
આ ફિલ્મની કહાનીની વાત કરવામાં આવે તો વર્ષ 1989ની છે. પશ્ચિમ બંગાળના રાનીગંજમાં ખાણમાં દુર્ઘટના સામે આવી હતી. રાત્રીના સમયગાળા દરમિયાન 220 મજૂરો કામ કરતા હતા. તત્યારે દિવાલમાં બ્લાસ્ટ થાયો હતો, બાદમાં ખાણમાં પાણી ભરવાનું શરૂ થાય છે. તે ઘટનામાં જસવંત સિંહ ગીલે ઘણા મજૂરોના જીવ બચાવ્યા હતા. જે સત્ય ઘટના આધારિત ફિલ્મની કહાની છે.