The search for 'Munnabhai' will be conducted in all medical colleges across the country
કાર્યવાહી /
દેશભરની તમામ મેડિકલ કોલેજમાં ‘મુન્નાભાઈ’ની શોધ ચલાવાશે
Team VTV04:02 PM, 08 Jan 20
| Updated: 04:02 PM, 08 Jan 20
મધ્યપ્રદેશના વ્યાપમ્ કૌભાંડ બાદ તમિલનાડુમાં પણ નીટ-૨૦૧૮માં ગોટાળો સામે આવ્યો હતો. એક વિદ્યાર્થિની સહિત નવ વિદ્યાર્થીઓના સ્થાન પર સોલ્વરોએ પરીક્ષા આપી હતી. પાસ થયા બાદ આ વિદ્યાર્થીઓએ તમિલનાડુની મેડિકલ કોલેજમાં એડમિશન પણ લઇ લીધું. આ વાતનો પર્દાફાશ થયા બાદ એનસીઆઇએ દેશભરની મેડિકલ કોલેજોને આ સોલ્વરોના ફોટો મોકલીને જાણકારી માગી છે.
મધ્યપ્રદેશના વ્યાપમ્ કૌભાંડ બાદ તમિલનાડુમાં પણ નીટ-૨૦૧૮માં ગોટાળો સામે આવ્યો હતો
આઠ વિદ્યાર્થીઓ અને એક વિદ્યાર્થિનીનો આવેદનપત્ર અને પરીક્ષા હોલમાં ટિકિટમાં લગાવેલો ફોટો અલગ અલગ છે
આ તમામ સોલ્વરો મેડિકલના વિદ્યાર્થીઓ છે. એમબીબીએસમાં પ્રવેશ માટે વર્ષ ૨૦૦૦માં લેવાયેલી નીટમાં ચીટિંગ કરીને પાસ થવા અને તમિલનાડુની મેડિકલ કોલેજમાં પ્રવેશ લેવાની તપાસ ચેન્નઇ સાઉથ ઝોનના ક્રાઇમ બ્રાંચના ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટના એસએસપી સી.વિજયકુમારને અપાઇ હતી. તપાસમાં જાણવા મળ્યું કે આઠ વિદ્યાર્થીઓ અને એક વિદ્યાર્થિનીનો આવેદનપત્ર અને પરીક્ષા હોલમાં ટિકિટમાં લગાવેલો ફોટો અલગ અલગ છે. પૂછપરછમાં આ વિદ્યાર્થીઓએ મોટી રકમ આપીને સોલ્વર બેસાડવાનો સ્વીકાર કર્યો હતો.
ત્યાર બાદ એસએસપીએ આ તમામ સોલ્વરના ફોટો અને પરીક્ષા કેન્દ્રોનાં નામ એમસીઆઇને મોકલીને ઓળખ કરાવવાનું કહ્યું હતું. હવે એમસીઆઇએ તમામ મેડિકલ કોલેજોને ફોટો મોકલીને સોલ્વરની ઓળખ કરાવવાના આદેશ આપ્યા છે.