બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The robbers looted Rs 50 lakh in a train

નવસારી / વલસાડનાં એક આંગડિયા પેઢીનાં કર્મચારીને બુકાનીધારીઓએ ચાલું ટ્રેનમાં લુંટી લીધાં

Dharmishtha

Last Updated: 10:37 AM, 20 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડનાં એક આંગડિયા પેઢીનાં કર્મચારીને બુકાનીધારીઓએ ચાલું ટ્રેનમાં લુંટી લઈ છુ થઈ ગયાં હતાં. આંગડીયા પેઢીના કર્મચારીને હથિયાર બતાવી આ બુકાનીધારીઓએ રૂ. 50 લાખની લુંટ કરી હતી. આરપીએફએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

  • ચાલું ટ્રેનમાં બુકાની ધારીઓએ લુંટ ચલાવી
  • આંગડિયા પેઢીનાં કર્મચારી 50 લાખ લઈ સુરત જઈ રહ્યાં હતા
  • ચાલું ટ્રેનમાં 50 લાખની લુંટ ચલાવી ચેઈન પુલિંગ કરી લુંટારું ફરાર

આંગડિયા પેઢીનાં કર્મચારી 50 લાખ લઈ સુરત જઈ રહ્યાં હતા

વલસાડનાં એમજી રોડ પર રહેતાં 42 વર્ષીય પ્રવિણસિંહ પ્રતાપસિંહ રાજપૂત અમરત કાંતિલાલ એન્ડ કંપની નામની આંગડિયા પેઢીમાં કામ કરે છે. તેઓ વલસાડથી સુરત ડિલિવરી મેનનું કામ કરે છે. ગત રોજનીં સાંજે કચ્છ એક્સપ્રેસ ટ્રેનનાં જનરલ ડબ્બામાં સુરત જવા નીકળ્યાં હતાં. સાંજે 8.45થી9 વાગ્યા  દરમિયાન પાંચ એક જેટલા બુકાનીધારી લોકોએ તેમની બેંગ ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો. આ લુંટારુઓએ તમંચા જેવું હથિયાર બતાવી લુંટ ચલાવી હતી. લુંટારુઓનો પ્રતિકાર કરતા પ્રવિણસિંહ ઈજાગ્રસ્ત થયાં હતાં.

ચાલું ટ્રેનમાં 50 લાખની લુંટ ચલાવી ચેઈન પુલિંગ કરી લુંટારું ફરાર

આ ઘટનામાં ટ્રેનમાં બેસેલા અન્ય મુસાફરોનાં જીવ તાળવે ચોંટી ગયાં હતાં. આ બાદ ટ્રેન નવસારી પહોંચતા તેમને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ મોકવામાં આવ્યા હતાં. બીજી તરફ લુંટારુઓ  50 લાખ ભરેલી બેગ લુંટી ડુંગરી પાસેનાં ફાટક નજીર ચેઈન પુલિંગ કરી તેઓ ભાગી ગયાં હતાં. ત્યારે આરપીએફની ટીમે લુંટારુઓની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે  કોચમાં બેસેલા પાંચેક ઈસમોએ મોઢે બુકાની બાંધેલ હતી

રેકી કરી લુંટારુઓએ ચલાવી લુંટ

લુંટારુઓએ જે રીતે ઘટનાને અંજામ આપ્યો છે તે એક ફિલ્મી ઢબે હતું. ફિલ્મી ઢબે લુંટ મચાવી લુંટારુઓને એ ખ્યાલ હતો કે ક્યાં ચેઈન પુલિંગ કરીને ઉતરવું. આ તમામ સંજોગોને જોતા લુંટમાં લુંટારુઓએ રેકી કરી હોવાનું જણાઈ રહ્યું છે. લુંટ કરી ગુમ થઈ ગયેલા લુંટારુઓને પકડવા માટે પોલીસે વાહનચેકિંગ અને નાકાબંધી કરી લીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Robbery Train navasari robbers valasad આંગડિયા પેઢીનાં કર્મચારી કચ્છ એક્સપ્રેસમાં લુંટ ગુજરાતી ન્યૂઝ ચેઈન પુલિંગ કરી લુંટારુ ફરાર Navasari
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ