બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / સુધરે ઇ બીજા! શું કોઇનો ભોગ લેવાશે ત્યારે જાગશો? ભાવનગરની પ્રજાના માથે ભમતા મોતના Live દ્રશ્યો
Last Updated: 01:30 PM, 5 July 2025
Bhavnagar News : ભાવનગર જિલ્લો ગુજરાતનો એક એવો જિલ્લો છે જ્યાંની સ્થિતિ કોઇ આદિવાસી જિલ્લા કરતા પણ બિસ્માર છે. માત્ર કાગળો પર આગળ વધી ગયેલો આ જિલ્લો રાજકીય અક્ષમતાને કારણે સૌથી નિષ્ફળ જિલ્લાઓ પૈકીનો એક બની ચુક્યો છે. એક સમયે મુખ્યમંત્રી અને આધુનિક કાળનાં પ્રદેશ પ્રમુખ આપનારો આ જિલ્લો રોડ રસ્તા મામલે ગુજરાતનાં સૌથી ખરાબ જિલ્લાઓ પૈકીનો એક રહ્યો છે. હદ તો ત્યારે થાય છે કે, રોડનાં નામે નેશનલ હાઇવેની જાહેરાત થાય અને તે રોડ વર્ષો સુધી બને નહી અને મામલો લોકસભા અને રાજ્યસભા સુધી પહોંચે ત્યારે નેશનલ હાઇવે બને. તે જિલ્લાનાં શહેરનાં રોડ તો કેવા હશે તે તમે કલ્પી જ શકો છો તેમ છતા પણ...
ADVERTISEMENT
બ્રહ્માંડનાં નિર્માણ સમયથી આ બ્રિજનું નિર્માણ પણ હજી અધુરો
ભાવનગરમાં તંત્ર એટલું સક્રિય છે કે, જિલ્લાનો પ્રથમ અને એકમાત્ર ફ્લાઇઓવર લાંબા સમયથી બની રહ્યો છે પરંતુ તે આજની તારીખે પણ પુર્ણ થયો નથી. રાજકારણીઓ પણ એટલા બેશરમ છે કે, ફ્લાઇઓવરની એક તરફની સાઇડનું લોકાર્પણ કરી નાખ્યું અને પછી પાછું તેનું પણ રિપેરિંગ કામ કાઢીને તે પણ બંધ કર્યું અને બ્રિજ સરખો ખુલ્યો પણ નથી ત્યાં રિપેરિંગ કામ કાઢ્યું તે તો આખા વિશ્વમાં કદાચ પ્રથમ ઘટના હશે.
ADVERTISEMENT
જોઇ લો, ભાવનગરમાં તંત્રના પાપે પ્રજાના માથે ભમતું મોતના Live દ્રશ્યો#bhavnagar #raod #GujaratRain #rain #RainGujarat #WeatherForecast #RainForecast #VTVDigital pic.twitter.com/gaxA3GMpIJ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 5, 2025
રાજકારણીઓનાં પાપે આખે આખો જિલ્લો જ ખાડે ગયો
ADVERTISEMENT
ભાવનગર જિલ્લાની સ્થિતિ એવી છે કે, ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે તે નક્કી કરવું નાગરિકો માટે તો મુશ્કેલ છે. RTO ઓફીસ નજીક છેલ્લા ઘણા વર્ષોથી બ્રિજનું કામ ચાલે છે. જો કે તે અનંત સમયથી ચાલતું કામ પુર્ણ નહી થતા બાજુમાં સર્વિસ રોડ બનાવાયો છે. આ સર્વિસ રોડ પણ એટલો બિસ્માર બન્યો છે કે, રોજિંદી રીતે સેંકડો લોકો આ ખાડામાં ખાબકે છે. હવે કોઇનો જીવ ગયા બાદ જ તંત્ર આ ખાડા પુરશે.
આ પણ વાંચો : હવે ગુજરાતમાંથી પણ 31 ઉપગ્રહોનું ISRO કરશે લોન્ચિંગ, અહીં સ્થપાશે રૂ. 100000000000નો પ્રોજેક્ટ
ADVERTISEMENT
બ્રહ્માંડની રચના થઇ ત્યારથી ભાવનગરમાં એક ઓવરબ્રિજનું કામ ચાલે છે
RTO ઓફીસ નજીક છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. ઓવરબ્રિજના સર્વિસ રોડ પર છવાયું છે ખાડાઓનું રાજ. વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને નથી દેખાતા ખાડા અને ખાડામાં ખાબકે છે. ભાવનગરનાં લોકો રોજ ઘર બહાર નિકળે એટલે માથે કફન બાંધીને જ નિકળે છે અને પરિવારને અંતિમ વિદાય આપીને જ નિકળે છે જો જીવતા પાછા આવ્યા તો ઠીક નહી તો....
ADVERTISEMENT
રોજના અનેક વાહન ચાલકો આ ખાડામાં પડે છે
હવે તો દિવસ દરમિયાન સંખ્યાબંધ વાહનચાલકો ખાડામાં પડતા હોય તેવા CCTV પણ નાગરિકો વાયરલ કરી રહ્યા છે. પરંતુ ભાવનગરનું નિંભર તંત્ર ઉઁઘની ગોળી લઇને સુઇ ગયું છે. અનેકવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન કરવામાં આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.