બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ડાકોર જનારા ભક્તો માટે મહત્વના સમાચાર, 3 દિવસ માટે આ રસ્તો બંધ રહેશે, જશો તો ધક્કો પડશે

હાલાકી / ડાકોર જનારા ભક્તો માટે મહત્વના સમાચાર, 3 દિવસ માટે આ રસ્તો બંધ રહેશે, જશો તો ધક્કો પડશે

Last Updated: 12:05 PM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદથી ડાકોર જતો રસ્તો 3 દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો. મહુધા પાસે ફાટકની ચાલતી કામગીરીને લઈને આ રસ્તો બંધ કરવામાં આવતા વાહનચાલકોને હાલાકી વેઠવાની વારી આવી છે. ત્યાર આગામી દિવસોમાં અન્ય ચાર ફાટકના કામ પણ તબક્કાવાર શરૂ કરવામાં આવનાર હોવાની માહિતી મળી હતી.

ડાકોર જતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદથી ડાકોર જતો રસ્તો 3 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ મહુધા ફાટકનું કામકાજ શરૂ કરવામાં આવતા આ માર્ગને બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે ખાત્રજ ચાર રસ્તાથી મહુધા તરફ જતા વાહનોને અન્ય માર્ગ જવાની વારી આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ માર્ગે થી રોજબરોજ 5 હજારથી વધારે વાહનો પસાર થતા હોય છે, ત્યાર ત્રણ દિવસ ફાટક બંધ રાખવામાં આવતા તમામ વાહનોને અન્ય માર્ગે જવાની વારી આવશે.

ત્યારે આ રસ્તો બંધ કરી દેવામાં આવતા મહુધા તરફ રોજબરોજ અવરજવર કરતા વાહનચાલકોને હાલાકી વેઠવાની વારી આવશે. મહુધા ફાટકનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હોઇ 3 દિવસ સુધી રસ્તો બંધ રાખવામાં આવનાર છે. ત્યારે અમદાવાદ વાયા ખાત્રજ ચાર રસ્તાથી મહુધા તરફથી ડાકોર જતા વાહનોએ અન્ય માર્ગે જવાની વારી આવશે.

વધુ વાંચો : હજુય ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 6.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર

રેલવે વિભાગ દ્વારા મહુધા મામલતદાર નજીક ફાટકનું કામ શરુ કરવામાં આવ્યું છે. જોકે આગામી સમયમાં અન્ય ચાર ફાટકોના પણ તબક્કા વાર કામ ચાલુ કરવામાં આવશે. ત્યારે આજ સવારથી મહુધા-ડાકોર નજીક કામ શરુ કરવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kheda News Dakor Mahudha Road Dakor News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ