નવી દિલ્હી: હાથોમાં ઓછી આંગળીઓ હોવી હેરાનગતિ બની શકે છે. જ્યારે ક્રિકેટની વાત કરીએ તો બોલર અને બેટ્સમેન અથવા ફીલ્ડિંગમાં આંગળીઓની હોવી બહુ જ જરૂરી છે. પરંતુ ક્રિકેટ જગતમાં એક એવો બોલર પણ હતો જેને એક હાથે બે આંગળીઓ જન્મથી જ નહોતી. વાત થઇ રહી છે 1980ના દાયકાના પાકિસ્તાની ઝડપી બોલર અઝીમ હફીઝની. હફીઝ આજે (29 જુલાઇ) 54 વર્ષના થઇ ગયા.
ડાબા હાથમાં 2 આંગળીઓ ઓછી રહેવા છતાં અઝીમ હફીઝે પાકિસ્તાન માટે ક્રિકેટ રમ્યા અને પોતાની શાનદાર રમતમાં પોતાની જાતને સાબિત કર્યું છે. જમણાં હાથમાં 2 આંગળીઓ ઓછી હોવા છતાં અઝીમ હફીઝે પાકિસ્તાન માટે ક્રિકેટ રમી અને પોતાનું શાનદાર પ્રદર્શન સાબિત કર્યું. જમણાં હાથના આ ઝડપી બોલર પોતાની ઇન્ટરનેશનલ કરિયરમાં કુલ 78 વિકેટ (18 ટેસ્ટ-63 વિકેટ 15 વનડે-15 વિકેટ) ઝડપ્યા.