બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / The revenue department has taken a big decision to transfer, the personnel who will be in the same post for more than 4 years will be transferred
Dinesh
Last Updated: 06:59 PM, 9 June 2023
ADVERTISEMENT
મહેસુલ વિભાગમાં 4 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા વર્ગ 3ના કર્મચારીઓની બદલી કરવામાં આવેશે, નાયબ મામલતદાર, મહેસુલી કારકુન અને મહેસુલી તલાટીની સહિતના વર્ગ-3 તમામ કર્મચારીઓની બદલી કરવા કલેકટરોને મહેસુલ વિભાગે સૂચના આપી છે.
જુઓ પરિપત્ર
ADVERTISEMENT
મહેસુલ વિભાગે પરિપત્ર કર્યો
મહેસુલ વિભાગે કલેક્ટરોને એક પરિપત્ર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે, આપના જિલ્લાના મહેકમ હસ્તકના મહેસુલ વિભાગ હસ્તકના બિનરાજપત્રિત વર્ગ-3 સંવર્ગના કર્મચારીઓ કે ચાર વર્ષથી વધુ સમયથી કોઈ એક જ જગ્યા/ એક જ કચેરીમાં ફરજ બજાવી રહ્યાં હોય તેવા તમામ નાયબ મામલતદાર, મહેસુલી કારકુન અને મહેસુલી તલાટી વર્ગ-3 સંવર્ગના કર્મચારીઓની બદલી કરવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરી તે અંગેનો અહેવાલ ન-શાખાના મેઈલમાં કરવો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.