બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 06:05 PM, 24 April 2023
ADVERTISEMENT
માર્ચ મહિનામાં યોજાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક બોર્ડની પરીક્ષાનુ પરિણામ મે મહિનામાં જાહેર થઈ શકે છે. વિગતો મુજબ ધોરણ 10 અને 12ના પરિણામો મે મહિનામાં જાહેર થવાની શક્યતા સેવાઈ રહી છે.
ADVERTISEMENT
મે મહિનામાં પરિણામ જાહેર થઈ શકે
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે માસના પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનામાં ત્રીજા સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે. વધુમાં તમને જણાવી દઈએ કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનામાં ત્રીજા સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે જ્યારે ધોરણ 10 અને 12ની 90 લાખથી વધુ ઉત્તરવહીનું મૂલ્યાંકન પૂર્ણ થયું છે તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહી અને ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે.
આ તમામ પરિણામો ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.
પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર ચકાસણી શરૂ કરાઈ હતી. જે કામગીરી હવે પૂર્ણ થઈ ચૂકી હોવું કહેવાય છે. હાલ ડેટા એન્ટ્રીની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ થઈ છે જ્યારે મેં મહિનામાં પરિણામ જાહેર કરવામાં આવશે.
મે મહિનામાં જાહેર કરાશે પરિણામ!
મે મહિના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. તો મે મહિનાના ત્રીજા સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે, જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે.
15 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
મહત્વનું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં પૂરી થઈ છે. ધો.10-12માં 15 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT