The reliability of the system in lathi, the treatment of patients in the hospital that is falling apart, who is responsible for the big tragedy
અમરેલી /
લાઠીમાં તંત્રની નિંભરતા, પડુ પડુ થઈ રહેલી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર, મોટી દુર્ઘટનામાં કોણ જવાબદાર?
Team VTV09:59 PM, 04 Feb 23
| Updated: 10:01 PM, 04 Feb 23
અમરેલીના લાઠીમાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. લાઠીની એમ.આર. વળીયા સરકારી હોસ્પિટલ ખુબ જ જર્જરિત બની છે. આ હોસ્પિટલમાં દરરોજ અંદાજે 300 દર્દીઓ સારવાર માટે આવે છે.
લાઠીની સરકારી હોસ્પિટલ જર્જરિત
સ્લેબના સળિયા બહાર આવ્યા
75 વર્ષ પહેલાં બની હતી હોસ્પિટલ
અમરેલીના લાઠીમાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. લાઠીની એમ.આર. વળીયા સરકારી હોસ્પિટલ ખુબ જ જર્જરિત બની છે. આ હોસ્પિટલમાં દરરોજ અંદાજે 300 દર્દીઓ સારવાર માટે આવે છે. હોસ્પિટલ એટલી જર્જરિત છે કે સ્લેબના સળિયા પણ બહાર આવી ચૂક્યા છે. જેથી દર્દીઓ જીવના જોખમે સારવાર કરાવવા મજબૂર બન્યા છે. હોસ્પિટલમાં પીવાના પાણીની સુવિધાનો પણ અભાવ છે. પાણી માટે મુકવામાં આવેલા ફ્રીઝ પણ બંધ હાલતમાં છે. સાથે દીવાલોમાં મોટી-મોટી તિરાડો અને દીવાલોમાંથી વૃક્ષો પણ ઉગી નિકળ્યા છે.
છતના પોપડા ઉખડી ગયા
હોસ્પિટલ આસપાસના 52 ગામો માટે આર્શીર્વાદ
આમ છતાં નિદ્રાધીન તંત્ર દ્વારા હોસ્પિટલનું રિપેરીંગ કરવામાં આવતું નથી. જેથી સ્થાનિક લોકો અને હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા દર્દીઓએ હોસ્પિટલ રિપેર કરવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1945માં આ હોસ્પિટલ બનાવવામાં આવી હતી. જે લાઠી સહિત આસપાસના 52 ગામડાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ હતી, પરંતુ અત્યારે હોસ્પિટલ જર્જરિત થવાની દર્દીઓ સારવાર લેવામાં ભય અનુભવી રહ્યા છે. જર્જરિત હોસ્પિટલ જોતા લાગે છે કે તત્રને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યુ છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શું કહે છે.
આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મેઘાભાઈ ડાંગરે જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં 52 ગામના લોકો લાભ લઈ રહ્યા છે. 75 વર્ષ જુની હોસ્પિટલ છે જે બાબતે સરકારને રજૂઆત કરી છે. સરકારને વિનંતી છે કે હોસ્પિટલનું રીનોવેશન કરાવો તેમજ ર્ડાક્ટરોની જે ઘટ્ટ છે તેની પૂરી કરો જેથી ગ્રામજનોને સારવાર મળી રહે.