કિન્નરોની 'તાળી' વગાડવા પાછળ છે કારણ, જાણો રહસ્ય

By : juhiparikh 12:50 PM, 15 February 2019 | Updated : 12:50 PM, 15 February 2019
તાળીઓ ઘણા પ્રકારની હોય છે પરંતુ કિન્નરોની તાળ, માત્ર તાળી નહી પણ તેમનું જીવન હોય છે. કિન્નરો દાવો કરે છે જે પ્રકારે તેમનો સમુદાય તાળી વગાડે છે તે રીતે કોઇ બીજો વ્યકિત નથી જે વાગડતું હોય. મતલબ કે સામાન્ય લોકો પણ આ પ્રકારે તાળી નથી પાડી શકતા અને આ જ કારણે જ કિન્નરોની 'તાળી'  ખાસ હોય છે, જાણો આ વિશે વધુ....

આ તાળી દ્વારા કિન્નર સમુદાયના લોકો ઓળખી જાય છે કે કોણ કયા સમુદાયનું છે અને કોણ તેમના સમુદાયનું નથી. આપણે કિન્નરોને સાડી અથવા સૂટમાં જોઇએ છીએ પણ જે કિન્નર પેન્ટ-શર્ટમાં હોય છે તેઓ પોતાની ઓળખ છુપાવીને એક તાળી દ્વારા અન્ય કિન્નરને પોતાની ઓળખ કરાવે છે. જાણે કે  તાળી જ કિન્નરનો ઓળખ છે.

એવુ નથી કે ખાસ પ્રસંગ હોય ત્યારે જ કિન્નર તાળી વગાડે છે, તેઓ સુખ અથવા દુખ અથવા તો લડાઇ-ઝઘડા પણ તાળીઓ વગાડે છે. કિન્નરો મુજબ, તેઓ તેમની તાળીનો ઉપયોગ દરેક પ્રસંગોમાં કરતા હોય છે. 

જો કિન્નર કોઇને જોઇને તાળી વગાડે તો તેનો મતબમ એમ નથી કે તે વ્યકિતની સાથે કંઇક ખરાબ થવાનું છે, આશીર્વાદ આપવા માટે પણ કિન્નરો તાળી વગાડતા હોય છે. Recent Story

Popular Story