The rate of heart attack increased at a young age two young people lost their lives in Rajkot today
ચિંતા /
નાની ઉંમરે હાર્ટ અટેકનુ પ્રમાણ વધ્યું, રાજકોટમા આજે બે યુવાનોના જીવ ગયાં, હાર્ટ નિષ્ણાંત ડોકટરે આપી આવી સલાહ
Team VTV09:34 PM, 30 Jan 23
| Updated: 09:57 PM, 30 Jan 23
રાજકોટમાં બે યુવાન આઉટડોર ગેમ રમી રહ્યા હતા તે દરમિયાન હાર્ટએટેક આવતા મોત નિપજયા હતા. આ મામલે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલીએ માર્ગદર્શન આપ્યું હતું.
રાજકોટમાં બે અલગ અલગ યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ
એક યુવાન ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે તેનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું
બીજો યુવાન ફૂટબોલ રમી રહ્યો હતો તે દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ
યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. આવી સ્થિતિમા રાજકોટમાં બે યુવાનના મોત થયાના સમાચાર સામે આવતા લોકો દંગ રહી ગયા હતા. જેમાં એક યુવાન ક્રિકેટ રમી રહ્યો હતો તે દરમિયાન હાર્ટએટેક આવતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાન ફૂટબોલ રમી રહ્યો હતો તે દરમિયાન હાર્ટએટેક આવતા મૃત્યુ થયું હતુ. આ મામલે તબીબે માર્ગદર્શન આપ્યું છે.
બે યુવાનને આવેલા હાર્ટએટેક મામલે શુ કહ્યું હાર્ટ સ્પેશિયાલિસ્ટે ?
એક યુવાન પોતાના મિત્રો સાથે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યો હતો તે દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારે અન્ય એક યુવાન પોતાના મિત્રો સાથે ફૂટબોલ રમી રહ્યો હતો તે દરમિયાન તેમને હાર્ટએટેક આવતા તેમનું મૃત્યુ થયુ હતુ. આમ બે અલગ અલગ કિસ્સામાં બે યુવાનના મૃત્યુ થયાની વાત સામે આવતા લોકોમાં ચિંતાનો વિષય થયો છે. આ અંગે હાર્ટ સ્પિશિયલિસ્ટ ડો. રાજેશ તેલીએ જણાવ્યું હતુ કે નાની ઉમરે હાર્ટ એટેક આવવુએ ખૂબ જ ચિંતાનો વિષય છે. તેમણે વધુમાં કહ્યું હતુ કે, મારા અભ્યાસકાળામાં પણ મને શીખડાવવામાં આવ્યું હતુ કે સામાન્ય રીતે ૫૦ વર્ષથી ઉપરની વ્યક્તિને હાર્ટ એટેક આવતુ હોય છે. પરંતુ અહીં 20 વર્ષ જેટલી નાની ઉમરના યુવાનોને હાર્ટ એટેક આવવાના કિસ્સા સામે આવી રહ્યા છે. તે એક ચિંતાનો વિષય છે.
હાર્ટ એટેક આવવાના શુ કારણો છે?
હાર્ટએટેક આવવાના મુખ્ય કારણોમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલી જણાવ્યું હતુ કે હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે યુવાનોને હાર્ટ એટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતુ કે, યુવાનોમાં તનાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે. જે હાર્ટ એટેકનો મુખ્ય કારણ છે.
હાર્ટ એટેકથી બચવા શુ કરવુ જોઈએ?
હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલી વધુમાં જણાવ્યું હતુ કે, નાની ઉંમરે હાર્ટ એટેકથી બચવા માટે આહાર, વિહાર અને વિચાર પણ એક મહત્વનું સાબિત થતું હોય છે. જેથી એટેકથી બચવક આહાર,વિહાર અને વિચાર પર ધ્યાન આપવું જોઈએ. આમ આપણી જીંદગીમાં આપણી જીવનશૈલી પણ તેટલી મહત્વની હોય છે.