સાવકા પિતાએ સગીર દીકરી પર આચર્યુ દુષ્કર્મ,કિસ્સો ટોક ઓફ ધ ટાઉન

By : kavan 09:46 AM, 14 September 2018 | Updated : 09:46 AM, 14 September 2018
સુરત: અમરોલીમાં સાવકા પિતાએ દીકરી પર ધમકી આપીને બળાત્કાર આચર્યુ હતું. આ મામલે આમરોલી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરતા પોલીસે આરોપી નરેશની ધરપકડ કરી હતી. મહત્વનુ છે કે, અમરોલીના શ્રમ વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવતા સાવકા પિતાએ ઘરમાં બધા સૂઈ ગયા હતા.

ત્યારે મોડી રાતે દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મોઢુ દબાવીને દુષ્કર્મ આચરીને માર માર્યો હતો. સાવકા પિતાએ 5 વખત દુષ્કર્મ આચર્યા બાદ દીકરીએ પરિવારજનોને જાણ કરી હતી. સાવકા પિતાની કરતૂતોથી કંટાળીને માતાએ અમરોલી પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે સાવકા પિતા નરેશ સામે બળાત્કારનો ગુનો નોંધી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે,દુષ્કર્મ આચરવાની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયગાળાથી વારંવાર પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સુરતના અમરોલી ખાતે બનવા પામી હતી. આ ઘટનામાં એક સાવકા બાપે પોતાની દીકરી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે, આ ઘટનાથી હતપ્રત થઇને દીકરીની માતાએ નજીકના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

જો કે,આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને સાવકા બાપના ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. દેશમાં આવી ઘટનાઓ છાશવારે બની રહી છે ત્યારે આ પ્રકારના સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્ય આચરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

અમરોલી પોલીસે કાર્યવાહી કરતાં નરાધમ પિતા સામે પોસ્કો એકટ અને બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી તેનું મેડિકલ પરીક્ષણ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story