બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / રાજકોટ / The Rajkot Korot family donated gold to maa Khodal

દાનવીર / પિતાની આખરી ઈચ્છા પૂરી કરવા પરિવારે માં ખોડલને 5 તોલા સોનાનો હાર અર્પણ કર્યો

Vishnu

Last Updated: 08:47 PM, 21 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાતા કાળિયુગના જમાના આવો પરિવાર પણ છે જે પિતાની આખરી ઈચ્છાને પોતાનું સપનું માંને છે.

  • રાજકોટના કોરાટ પરિવારનું સોનાનું દાન
  • ખોડલધામમાં 5 તોલાનો સોનાનો હાર અપર્ણ કર્યો
  • ખોડલ માતા પર પરિવારને અતૂટ આસ્થા

સમસ્ત લેઉવા પટેલ સમાજના આસ્થાનું પ્રતીક ખોડલધામ ખાતે રાજકોટના સ્વ.દામજીભાઈ  કોરાટના સ્મરણાર્થે કોરાટ પરિવાર દ્વારા ખોડલધામમાં માઁ ખોડલને પાંચ તોલાનો સોનાનો હાર અર્પણ કરવામાં આવ્યો હતો. જેની કિમત અંદાજિત 2.50 લાખ આંકવામાં આવી રહી છે. સાથે પરિવાર દ્વારા મંદિરમાં ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું,

રાજકોટના કોરાટ પરિવારનું શું કહેવું છે?

સ્વ દામજીભાઈ કોરાટના પરિવારજનોએ મીડિયા સાથેની વાતચીત જણાવ્યું હતુ કે કોરાટ પરિવારને ખોડિયાર માતાજી ઉપર અતૂટ આસ્થા છે અને સ્વ.દામજીભાઈની એક ઈચ્છા હતી કે ખોડલધામ માં ખોડલને પાંચ તોલા સોનાનું દાન કરવું જેમને લઈને તેમના પરિવારજનો દ્વારા તેમની ઇચ્છા અનુસાર ખોડલ માતાજીને પાંચ તોલા સોનાનો હાર અર્પણ કરાયો હતો

કદાચ 5 તોલા ઓછું લાગશે પણ 'ભાવ' મોટો છે. 

દાન કરનાર હરેશભાઈ રાજકોટના રહેવાસી છે. તે ખોડલ માં પર અપરંપાર શ્રદ્ધા છે. સાથે જ કહેવાતા કાળિયુગના જમાના આવો પરિવાર પણ છે જે પિતાની આખરી ઈચ્છાને પોતાનું સપનું માંને છે. અને તેણે પૂરું કરવા ખંતથી મહેનત પણ કરે છે. કદાચ કોઈને આ દાન નાનું પણ લાગે કે 5 તોલા સોનું તો સામાન્ય છે. પણ તેની પાછળનો જે ભાવ અને પિતાની આખરી ઈચ્છા છે તે આ દાનને ઘણું મોટું બનાવી દે છે. માં ખોડલના દાતાર તો ઘણા છે પણ ઉપર બેઠેલી માંને પણ આ દાન ખૂબ જ ગમ્યું હશે. રાજકોટના કોરાટ પરિવારે આપેલ આ દાનના અને તેની પાછળની ભાવનાના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ