બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પ્રજા સમસ્યાઓથી ત્રસ્ત.. કોર્પોરેટરો ફરવામાં વ્યસ્ત! પ્રવાસને લઈ VTVએ જાણ્યો જનતાનો મત, જુઓ વીડિયો

અમદાવાદ / પ્રજા સમસ્યાઓથી ત્રસ્ત.. કોર્પોરેટરો ફરવામાં વ્યસ્ત! પ્રવાસને લઈ VTVએ જાણ્યો જનતાનો મત, જુઓ વીડિયો

Last Updated: 10:30 PM, 13 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રજાના પૈસે કોર્પોરેટરો ફરવા જવાના છે ત્યારે કોર્પોરેટરના પ્રવાસને લઈને જનતામાં નારાજગી જોવા મળી હતી. જેમાં વીટીવી દ્વારા શહેરીજનોનો મત લેવામાં આવ્યો હતો.

અમદાવાદના કોર્પોરેટર જમ્મુ કાશ્મીર પ્રજાના પૈસે ફરવા જવાના છે. ત્યારે આ પ્રવાસને લઈને vrv એ જનતાનો મત જાણ્યો હતો. જ્યાં કોર્પોરેટરના પ્રવાસને લઈને જનતાએ નારાજગી વ્યક્ત કરી હતી.

જનતાએ જણાવ્યું કે કોર્પોરેટર ફરવા જાય વાંધો નહીં પણ પ્રજાની સમસ્યા પર પણ ધ્યાન આપે. અને પ્રજાના પૈસે નહિ પણ પોતાના પૈસે ફરે. કેમ કે કોર્પોરેટરના પ્રવાસમાં 2 કરોડનો અંદાજ છે. જે મોટો ખર્ચ છે. જે ખર્ચમાં પહેલા કોર્પોરેટર રસ્તા, ડ્રેનેજ લાઈન, વરસાદી પાણી ભરાવાની સમસ્યા, સ્ટ્રીટ લાઈટ, Amts બસ સેવા જેવી સમસ્યા દૂર કરે અને બાદમાં ફરવા જાય તેવી જનતા એ સલાહ આપી હતી.

આ પણ વાંચોઃ લગ્નના એક દિવસ પહેલા વરરાજાને ખાવી પડી જેલની હવા, દુલ્હા સહિત 13 લોકોની ધરપકડ

ત્યારે સમગ્ર બાબતે પ્રજાજનોનું કહેવું છે કે કામગીરી કર્યા વગર પ્રવાસ પર જવાનો વિચાર કેવી રીતે આવે છે. કેટલા બધા વિસ્તારોમાં રસ્તા ગટરોના પ્રશ્નો છે ત્યારે આવી સમસ્યાઓનો ઉકેલ લાવ્યા વગર કેવી રીતે જમ્મુ કાશ્મીરમાં જઇ શકાય. પ્રજા અહીં સમસ્યામાં ફરે અને આ લોકો બરફમાં આળોટે, આવું તો કેવું તંત્ર છે

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Corporater's Tour AMC Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ