ફિલ્મ 'ચાંદા મામા દૂર કે' પર ફરી વિચારણાની શક્યતા, સુશાંતનું થશે અપમાન 

By : vishal 08:06 AM, 16 April 2018 | Updated : 10:33 AM, 16 April 2018
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતે ગયા વર્ષે  ફિલ્મ 'ચંદા મામા દૂર કે' નિર્માણની વાત કરી હતી. જેમાં તેની ભૂમિકા એસ્ટોનોટની હોવાની વાત હતી, પરંતુ તાજેતરમાં મળતી માહિતી મુજબ આ ફિલ્મના નિર્માણ પર પુનઃવિચાર કરવામાં આવશે. નિર્માતા ફક્ત સુશાંત જેવા અભિનેતા પર 67 કરોડનું જોખમ ખેડવા માંગતો નથી.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, નિર્માતા 'વિકી રાની' આ ફિલ્મને સપોર્ટ કરવાના હતા, પરંતુ હવે આ ફિલ્મ અનિશ્ચિત સમય માટે અટકી પડી છે. જ્યારે ફિલ્મના નિર્માતાઓએ સુશાંત સાથે આ ફિલ્મ બનાવાની ઘોષણા કરી હતી, પરંતુ ત્યારે તેમને રોકાણનો અંદાજ પણ નહોતો લગાવ્યો, અને હવે ફિલ્મનું સંપૂર્ણ બજેટ બનાવતી વખતે તેઓ ચોંકી ગયા છે. 

ફિલ્મનું બજેટ લગભગ 67 કરોડની આસપાસ થાય છે. નિર્માતાને આટલી મોટી રકમ એકલા સુશાંત પર લગાડતા ડર લાગી રહ્યો છે. આવા મોટા પ્રોજેક્ટ સાથે જો કોઇ ટોચનો અભિનેતા ન જોડાયો હોય તો ફિલ્મની રિકવરી મુશ્કેલ બની શકે છે. 

સુશાંત સિંહે તો ફિલ્મ 'ચંદા મામા દૂર કે'ની તૈયારી પણ કરી રહ્યો છે. તેને નિર્માતાની વાત પર હજી વિશ્વાસ બેઠો નથી. તેને લાગી રહ્યું છે કે, આ ફિલમ ચોક્કસ બનશે. ફિલ્મ માટે સુશાંતે પોતાની તારીખોમાં પણ ફેરફાર કર્યા હતા. કદાચ તેને આ ફિલ્મમાંથી દૂર કરી  નિર્માતા કોઈ અન્ય ટોચના કલાકારને લઇ ફિલ્મ બનાવે તેવી પણ ચર્ચા છે.Recent Story

Popular Story