રાજનીતિ / ફડણવીસ સરકારે બનાવ્યો ભાજપને ન ગમે તેવો રેકોર્ડ, આ મુખ્યમંત્રીઓની યાદીમાં આવ્યું નામ

The political story about who are the shortest term chief ministers in India

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પાછલા દરવાજેથી સરકાર બનાવી જે બાદ આજે માત્ર ત્રણ જ દિવસ બાદ બહુમતી ન હોવાનું કહીને દેવેન્દ્ર ફડણવીસે રાજીનામુ ધરી દીધુ છે. મહારાષ્ટ્રમાં એક મહિનાથી મહા પોલિટિકલ નાટક ચાલ્યું જે બાદ રાતોરાત રાષ્ટ્રપતિ શાસન હટાવીને વહેલી સવારે દેવેન્દ્ર ફડણવીસે અજીત પવાર સાથે શપથ લઇ લીધી. અજીત પવારે પહેલાં સમર્થન આપવાનું કહીને સરકાર બનાવવામાં મદદ કરી. પરંતુ સુપ્રીમ કોર્ટના ફ્લોર ટેસ્ટના આદેશ બાદ દેવેન્દ્ર ફડણવીસની સરકાર પડી જવાની નક્કી હતી જેથી ફ્લોર ટેસ્ટ થાય તે પહેલા જ અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપી દીધું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ