પોલીસ કર્મી દ્વારા યુવકને માર મારવાનો વીડિયો વાયરલ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ વીડિયો સોમનાથ પાટણનો હોવાનું પ્રકાશમાં આવવા પામ્યું છે. ત્યારે ચોંકાવનારા સીસીટીવી ફુટેઝ વાયરલ થતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ જવા પામી હતી. આ પીડિત યુવાન અને તેના ભાઈનું કહેવું છે કે ' તે સોમનાથના ગુડલક સર્કલ પર પાનની કેબિન ચલાવે છે. 31 જાન્યુઆરીના રાતે પોલીસ કર્મી કેબિન પર આવ્યો હતો અને દુકાન બંધ કરવાનું કહ્યું હતું. અમે દુકાન બંધ કરી પોલીસ કર્મીના પાણીની બોટલ આપવા ગયા તે સમય દરમ્યાન પોલીસ કર્મી બર્બરતા પૂર્વક તૂટી પડ્યો હતો.
ગોવિંદ પરમાં, પીડીતના ભાઈ
આ બાબતે પીડીતના ભાઈ શું કહે છે?
સોશ્યિલ મીડિયા પર વીડિયો વાયરલ થતા રક્ષક જ ભક્ષક બન્યો હોય તેમ યુવકને માર મારતો વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વીડિયો વાયરલ થતા પોલીસના પગ તળે રેલો આવતા પોલીસે હાર્દિક મોરી નામનાં પોલીસ કર્મીની હેડક્વાર્ટર ખાતે બદલી કરી તેની વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યા હતા.
વી.આર.ખેંગાર(DySP-ગીર સોમનાથ)
ડી.વાય.એસ.પી શું કહે છે.
આ બાબતે ડી.વાય.એસ.પી.એ જણાવ્યું હતું કે આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જીલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલી પગલા ભરવામાં આવ્યા હતા અને પોલીસ કર્મીની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. તેમજ તેની સામે ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારીને પોલીસ કર્મી સામે તપાસ કરશે.