બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં નકલી નોટનો કારોબાર, કલર પ્રિન્ટરમાં છાપતો ફેક કરન્સી, પોલીસે દબોચ્યો

ક્રાઈમ / સુરતમાં નકલી નોટનો કારોબાર, કલર પ્રિન્ટરમાં છાપતો ફેક કરન્સી, પોલીસે દબોચ્યો

Last Updated: 05:58 PM, 14 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં નકલી નોટનો કારોબાર ચાલી રહ્યો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે રેડ કરી એક આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસની કાર્યવાહી હાથ ધરી છે.

ઓલપાડ પોલીસે નકલી નોટો બનાવતા એક શખ્સને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે યુવક કલર પ્રિન્ટર દ્વારા નકલી નોટ બનાવતો હતો. હોવાનું પોલીસ તપાસમાં બહાર આવવા પામ્યું છે. ત્યારે યુવકની સાથે હજુ કોણ કોણ આ નકલી નોટનાં કારોબારમાં સંડોવાયેલ છે. તે તરફ પોલીસ દ્વારા તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસને બાતમી મળી હતી

ઓલપાડ પોલીસે નકલી નોટો સાથે એક યુવકની ધરપકડ કરી છે. દેશના અર્થતંત્ર ને નુકશાન થાય એવું કૃત્ય આચરવા નીકળ્યો હતો. ઓલપાડ પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઈ એસ.એન.ચૌધરીને બાતમી મળી હતી કે ઓલપાડના પરા વિસ્તાર નજીક સેનાખાડી ના રસ્તે અલ્તાફ અહેમદ દીવાન નામનો યુવાન ઓલપાડ બજારમાં નકલી ચલણી નોટ વટાવવા જાય છે.

આરોપીની ધરપકડ કરી તપાસ કરતા નકલી નોટો મળી આવી

જે બાતમીનાં આધારે મહિલા પી. એસ. આઈ ચૌધરીએ તેમના સ્ટાફ સાથે સેના ખાડી નજીક વોચમાં હતા. ત્યારે અલ્તાફ અહેમદ આવતા તેને ઝડપી પાડી પોલીસ સ્ટેશન લાવી ચેક કરતા તેના હાથમા રાખેલ પર્સ માંથી 100 ના દર ની 97 નોટ જેની કિંમત 9700 થાય છે. જે કબ્જે લઇ નોટોની સાઈન્ટીફીક તપાસ કરતા આ નોટ નકલી હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટર દ્વારા આ બનાવટી નોટ બનાવતો હતો પોલીસે તમામ મુદ્દા માલ કબજે કરી અને વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચોઃ GCAS પોર્ટલથી વિદ્યાર્થીઓની પરેશાન વધી, પરીક્ષામાં 80-90 ટકા છતા એડમિશન માટે ફાફા

આરોપી જામનગરનો રહેવાસી છે

આરોપી જામનગરનો રહેવાસી છે અને હાલમાં ઓલપાડ ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો ત્યારે આ નકલી નોટ ક્યાંથી લાવ્યો કેટલા સમયથી આ નકલી નોટ બનાવી બજારમાં ફેરવતો હતો એની તપાસ ઓલપાડ પોલીસ કરી રહી છે. મહત્વની બાબત છે કે આ આરોપી પકડવા માટે મહિલા પીએસઆઇ સહિત તમામ મહિલાઓની ટિમ બનાવી આરોપીને ઝડપી પાડ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Olpad fake notes Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ