The pole of the system opened just before the rain, a big eyebrow fell on this road of the city
અમદાવાદ /
વરસાદ પહેલા જ તંત્રની પોલ ખુલી, શહેરના આ રસ્તા પર પડ્યો મોટો ભુવો
Team VTV04:10 PM, 10 Jun 21
| Updated: 04:37 PM, 10 Jun 21
શહેરના પાલડી વિસ્તારમાં વરસાદ પહેલા તંત્રની પ્રિમોન્સૂની કામગીરી સામે સવાલો થઈ રહ્યા છે. વરસાદ પહેલા જ તંત્રની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખૂલી છે.
વાહન ચાલક કે રાહદારીને સાવચેત રહે
તંત્રની કામગીરીની નબળાઈ સામે આવી
વરસાદ પહેલા જ ભૂવા પડવાની શરૂઆત
અમદાવાદમાં વરસાદ પહેલા જ ભૂવા પડવાની શરૂઆત થઈ છે. પ્રિમોન્સૂનની શરૂઆત થઈ નથી એ પહેલા જ શહેરના પાલડી વિસ્તારમાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે મહત્વનું છે કે કે વરસાદ પહેલા તંત્ર દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે વરસાદ સિઝનમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની ઘટનાઓ ધ્યાનમાં આવતી હોય છે. તો અનેક જગ્યાએ ભૂવા પડવાની ઘટના પણ સામે આવતી હોય છે.
તંત્રની કામગીરીની નબળાઈ સામે આવી
શહેરના પાલડી વિસ્તારમાં વરસાદ પહેલા તંત્રની પ્રિમોન્સૂની કામગીરી સામે સવાલો થઈ રહ્યા છે. વરસાદ પહેલા જ તંત્રની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખૂલી છે. અમદાવાદમાં વરસાદ પહેલા પાલડી ચાર રસ્તા પર ભૂવો પડ્યો છે. નબળી કામગીરીને કારણે રસ્તા પર ભૂવો પડતા તંત્ર દ્વારા બેરિકેટ રાખીન કોર્ડન કરવામાં આવ્યું છે.ભૂવો પડતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવી પડી રહી છે.
વાહન ચાલક કે રાહદારીને સાવચેત રહે
અમદાવાદ શહેરમાં હજુ વરસાદ પડ્યો નથી એ પેહલા તંત્ર ની પોલ ખોલી નાખતું હોય તેવું લાગી રહ્યું છે. પાલડી વિસ્તારમાં ચાર રસ્તા નજીક આંબાવાડી જવાના રસ્તા પર ભુવો પડતા જ તત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે સ્પષ્ટ દેખાઈ આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીમાં નબળાઈને કારણે મસ્ત મોટો ભોવો પડેલો દેખાય છે. ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે.