બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / The player got a chance to replace KL Rahul, a big change in Team India ahead of the match against New Zealand
Megha
Last Updated: 02:57 PM, 18 January 2023
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની પહેલી મેચ હૈદરાબાદમાં રમાવવા જઈ રહી છે અને આ સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કેયો છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા એ તેની પ્લેઇંગ 11માં ઘણા મોટા બદલાવ કર્યા છે.
ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડે માટે ભારતીય પ્લેઈંગ-11માં ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને સાથે રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે સૂર્યા શ્રીલંકા સામે છેલ્લી વનડે પણ રમી હતી અને એ મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો હતો પણ હવે હાર્દિકે પણ ન્યુઝીલેન્ડ સામેની પહેલી મેચમાં વાપસી કરી છે. આ સાથે જ સ્ટાર ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર પણ ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં પરત ફર્યો છે. શાર્દુલે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ બાંગ્લાદેશ પ્રવાસ પર છેલ્લી વનડે રમી હતી. જે બાદ તેને શ્રીલંકા સામેની શ્રેણીમાં તક મળી ન હતી. પણ આ મેચમાં શાર્દુલ પ્લેઈંગ-11માં પાછો ફર્યો છે.
ADVERTISEMENT
Captain @ImRo45 wins the toss and elects to bat first in the 1st ODI at Hyderabad.
— BCCI (@BCCI) January 18, 2023
A look at our Playing XI for the game.
Live - https://t.co/A8LXxHogCU #INDvNZ pic.twitter.com/H8ruY6Efr6
રાહુલની જગ્યાએ ઈશાનને મળી તક
આ મેચમાં શાર્દુલને સ્થાન આપવા માટે બોલર ઉમરાન મલિકને આરામ આપવામાં આવ્યો છે. આ સાથે જ શ્રેયસ અય્યર પીઠની ઈજાને કારણે સીરિઝમાંથી પહેલા જ બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ સાથે જ જણાવી દઈએ કે વિકેટકીપર કેએલ રાહુલે લગ્નના કારણે રજા લઈ લીધી છે, જ્યારે ઈશાન કિશનને તેની જગ્યાએ વિકેટકીપર તરીકે તક આપવામાં આવી છે.
આ સાથે સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે એટલા માટે તેને આ સીરિઝમાંથી રજા લઈ લીધી છે અને તેની જગ્યા એ વોશિંગ્ટન સુંદરને જગ્યા આપવામાં આવી છે.
પ્રથમ ODI માટે બંને ટીમોની પ્લેઈંગ-11
ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ
ન્યુઝીલેન્ડની ટીમ: ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, હેનરી શિપલી, મિશેલ સેન્ટનર, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.