બ્રેકિંગ ન્યુઝ
VTV / The plane appeared 'floating' at the airport, submerging the whole of Delhi after record-breaking rains
ParthB
Last Updated: 02:29 PM, 11 September 2021
ADVERTISEMENT
દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ 11 વર્ષમાં સૌથી વધુ વરસાદ આ વર્ષે નોધાયો
ADVERTISEMENT
રાજધાની દિલ્હીમાં શનિવારે વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે ઈન્દિરા ગાંધી એરપોર્ટના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. જો કે, શુક્રવાર રાત્રીથી પડી રહેલા અનરાધાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે આજે માટે 'ઓરેન્જ એલર્ટ' જારી કર્યું છે. ખાસ વાત એ છે કે 2010 પછી આ પ્રથમ વખત છે, જ્યારે દિલ્હીમાં વરસાદનો આંકડો 1000 મીમીને પાર કરી ગયો છે. આ વખતે 11 વર્ષમાં દિલ્હીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
#WATCH | Parts of Delhi Airport waterlogged following heavy rainfall in the national capital; visuals from Indira Gandhi International Airport (Terminal 3) pic.twitter.com/DIfUn8tMei
— ANI (@ANI) September 11, 2021
ભારે વરસાદના પગલે ઈન્દિરા ગાંધી એરપોર્ટમાં ભરાયું પાણી
દિલ્હીના એરપોર્ટના સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, એરપોર્ટના કેટલાક ભાગોમાં વહેલી સવારે 7.45 કલાકે વરસાદી પાણીનો ભરાવો શરૂ થવા પામ્યો હતો. જો કે, 30 મિનિટની અંદર એરપોર્ટ ઓથોરેટીએ આ પાણીનો નિકાલ કરી દેવાયો હતો. મહત્વનું છે કે, એરપોર્ટની ડ્રેનેજ સિસ્ટમ ખૂબ સારી છે. થોડા સમય પછી પાણી બહાર નીકળી ગયું
Delhi | Heavy rains in the national capital cause waterlogging at Rajghat premises. pic.twitter.com/qgxLALxoyM
— ANI (@ANI) August 21, 2021
દિલ્હીના અનેક વિસ્તારોમાં કેડ સમા વરસાદના પાણી ભરાયા
દિલ્હીમાં મોડી રાતથી વરસાદની સ્થિતિ ચાલુ રહી છે. દિલ્હી અને એનસીઆરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે. હવામાન વિભાગે આજે દિલ્હી, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
દિલ્હી-NCRમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના
દિલ્હી-NCRમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. દેશમાં શુક્રવાર રાતથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિકોને પણ એનાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
#WATCH | Delhi: Vehicular movement affected due to waterlogging in ITO area following rainfall in parts of the national capital pic.twitter.com/QZLxwWugG7
— ANI (@ANI) August 21, 2021
બે દિવસથી 100 મીમીથી વધુ વરસાદ ખાબક્યો
આ મહિનાની શરૂઆતમાં, દિલ્હીમાં સતત બે દિવસ 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. 1 સપ્ટેમ્બરે 112.1 મીમી અને 2 સપ્ટેમ્બરે 117.7 મીમી વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધી, દિલ્હીમાં આ મહિને 248.9 મીમી વરસાદ થયો છે, જે સપ્ટેમ્બરના 129.8 મીમીના સરેરાશ વરસાદ કરતા ઘણો વધારે છે.
ભારે વરસાદને લઈને દિલ્હીનો પારો ગગડ્યો
શનિવારે સવારે ભારે વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગના અધિકારીએ આ માહિતી આપી. સફદરજંગ વેધશાળાના જણાવ્યા અનુસાર, લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું, જ્યારે સાપેક્ષ ભેજ સવારે 8.30 વાગ્યે 100 ટકા નોંધાયું હતું.
વિવિધ રાજ્યોમાં મુશળધાર વરસાદની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 5 દિવસ દરમિયાન ઉત્તરાખંડમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વળી, 21 ઓગસ્ટના દિવસે હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના રહી છે. હરિયાણા, ચંડીગઢ, પંજાબ અને પૂર્વી રાજસ્થાનમાં આગામી 2 દિવસો સુધી સારા પ્રમાણમાં વરસાદ પડી શકે છે. જોકે મધ્યપ્રદેશના 11 જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરી દેવાયું છે તો રાજસ્થાનના 10 જિલ્લામાં યલો અલર્ટ જાહેર.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.