સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે કર્મચારીઓએ પેન્શન યોજનામાં પોતાનું નામ નોંધાવેલ નથી તેમણે 6 મહિનાની અંદર નામ ઉમેરાવવું પડશે. કોર્ટે કહ્યું કે લાયકાત ધરાવતા જે કર્મચારી અંતિમ તારીખ સુધી યોજનામાં નામ નોંધાવતા નથી તેમને વધુ એક મોકો આપવો જોઇએ
સુપ્રીમ કોર્ટે પેન્શન યોજના માટે લીધો મોટો નિર્ણય
15000 રૂપિયાની વેતન સીમા કરી દૂર
6 મહિનાની અંદર કર્મચારીઓ જોડાઇ શકે છે યોજનામાં
સુપ્રીમ કોર્ટે વર્ષ 2014ની કર્મચારી પેન્શન (સુધારા) યોજનાની માન્યતાને યથાવત રાખી છે. જો કે કોર્ટે પેન્શનફંડમાં જોડાવા માટે 15000 રૂપિયાની માસિક વેતનસીમાને રદ કરી છે. વર્ષ 2014નાં સુધારામાં મહત્તમ પેન્શન યોગ્ય વેતન (મૂળ પગાર અને મોંઘવારી ભથ્થું) ની સીમા 15000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી હતી જે સુધારા પહેલાં માત્ર રૂ.6500 પ્રતિ માસ હતો.
6 મહિનાની અંદર આ કાર્ય કરવાનું રહેશે
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે કર્મચારીઓને પેન્શન યોજનામાં જોડાવવાનો વિકલ્પ પસંદ નથી કર્યો તેમણે 6 મહિનાની અંદર આ કાર્ય કરવાનું રહેશે. કોર્ટે કહ્યું કે યોગ્યતા ધરાવતો કર્મચારી જો અંતિમ તારીખ સુધી યોજનામાં જોડાઇ નથી શકતાં તો તેમને વધુ એક મોકો આપવામાં આવશે કારણ કે કેરળ, રાજસ્થાન અને દિલ્હીનાં હાઇકોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલાં નિર્ણયોમાં સ્પષ્ટતાનો અભાવ જોવા મળી રહ્યો છે.
2014ની યોજનામાં આ શરતને અમાન્ય ઠરાવવામાં આવ્યું
કોર્ટે 2014ની યોજનામાં આ શરતને અમાન્ય કરાર કરી કે કર્મચારીઓને 15,000 રૂપિયાથી વધુ વેતન પર 1.16 % જેટલો વધુ યોગદાન આપવો પડશે. જો કે કોર્ટે કહ્યું કે નિર્ણયનાં આ મુદાને 6 મહિના સુધી સસ્પેન્ડેડ રાખવામાં આવશે કારણ કે અધિકારીઓ ભંડોળ એકઠ્ઠું કરી શકે. કોર્ટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અને કેન્દ્ર કેરળ, રાજસ્થાન અને દિલ્હીનાં ઉચ્ચ ન્યાયાલયોમાં તેના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો જેમાં 2014ની યોજનાને રદ કરી દેવામાં આવ્યું હતું.
ચીફ જસ્ટિસની અધ્યક્ષતા વાળી બેન્ચે આપ્યો નિર્ણય
આ મુદા પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યૂયૂ લિલિત, જસ્ટિસ અનિરૂદ્ધ બોઝ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેંચે નિર્ણય આપ્યો હતો. આ દરમિયાન જજોએ અમુક મહત્વની વાત કરી. કોર્ટે પોતાના નિર્ણય દરમિયાન કહ્યું કે પેન્શન (સુધારણા) યોજના, 2014ની જોગવાઇઓ કાનૂની અને માન્ય છે. જે કર્મચારીઓએ પેન્શન યોજનામાં જોડાવાનો વિકલ્પ પસંદ કર્યો નથી તે 6 મહિનાની અંદર કરી શકે છે.