બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / આ રોગના દર્દી ફટાકડાઓથી દૂર રહેજો, નહીંતર એટેક આવતા વાર નહીં લાગે! અપનાવો આ ઉપાય
Last Updated: 03:18 PM, 31 October 2024
ADVERTISEMENT
અસ્થમા તથા બીજા શ્વસન રોગોના દર્દીઓ માટે વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા ગણાય છે. પ્રદૂષણને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જેથી આ દર્દીઓએ પ્રદૂષણથી બચવું ખૂબ જ જરૂરી હોય છે. દિવાળી દરમિયાન ફટાકડાના કારણે હવામાં પ્રદૂષણનું લેવલ વધી જાય છે જેથી આ તહેવારમાં અસ્થમા અથવા અન્ય બીજા શ્વસન રોગથી પીડાતા દર્દીઓએ સાવચેત રહેવાની જરૂર હોય છે. આથી તમને જણાવીશું કે આ તહેવારમાં પ્રદૂષણનો સામનો કેવી રીતે કરી શકાય.
ADVERTISEMENT
ફટાકડામાંથી નીકળતો ધુમાડો અને કેમિકલ અસ્થમા અને અન્ય શ્વસન રોગને ગંભીર બનાવી શકે છે. આથી જ્યાં ફટાકડા ફુટતા હોય અથવા વધારે ધુમાડો થતો હોય તેવી જગ્યાથી દૂર રહો. પ્રદૂષણ વધારે હોય ત્યારે પણ ઘરની અંદર જ રહો, બહાર ન નીકળો.
બહાર જતા પહેલા N95 માસ્ક પહેરો. જે બહારની ડસ્ટ અને ધુમાડાને ફિલ્ટર કરવાનું કામ કરશે જેથી તમને પ્રદૂષણથી ઓછું નુકસાન થશે.
ઈમરજન્સી માટે હંમેશા તમારી સાથે દવા અને ઈનહેલર રાખો. જો શ્વાસ લેવામાં અચાનક તકલીફ ઉભી થાય તો આ સ્થિતિમાં તમારી સાથે ઇનહેલર હોય તો તે મદદરૂપ સાબીત થાય છે.
આ સ્થિતિમાં પુષ્કળ પાણી પીવો. પાણી શ્વસન માર્ગને ભેજયુક્ત રાખે છે. જેનાથી મ્યૂકસનુ લેયર વધુ જાડું નથી થતુ. તેનાથી ડસ્ટ અને ધુમાડાને કારણે તકલીફ ઓછી થશે.
એવી પ્રવૃત્તિઓ ઓછી કરો કે જેમાં વધુ શારીરિક મહેનતની જરૂર પડે કે પછી બહાર જવાની જરૂર પડે. પ્રદૂષણને કારણે ફેફસાં પર ખૂબ જ લોડ પડે છે. જે સ્થિતિ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ઘરની અંદર હળવી કસરત કરી શકાય છે.
ઘરની અંદર એર પ્યોરિફાયરનો ઉપયોગ કરો. સવાર અને સાંજના સમયે બારી-બારણાં બંધ રાખો. ઘરની અંદર ઇન્ડોર પ્લાન્ટ લગાવો. તેનાથી તમારા ઘરની અંદર પ્રદૂષણ ઓછુ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.