બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / The pasta was not ready in 3.5 minutes, the woman sued the food company for so many crores, saying 'false and misleading advertisement'
Megha
Last Updated: 01:12 PM, 29 November 2022
ADVERTISEMENT
એક મહિલાએ ક્રાફ્ટ હેંજ (Kraft Heinz) નામની ફૂડ કંપની પર 40 કરોડ રૂપિયાથી વધુનો કેસ કર્યો છે અને તેનો દાવો છે કે કંપનીએ જે મેક્રોની અને ચીઝ પાસ્તાના પકાવવા માટે 3.5 મિનિટનો સમય અપાયો હતો એ વસ્તુઓ આટલી મિનિટમાં બની નથી. આ માટે મહિલાએ ખોટી અને ભ્રમિત જાહેરાત કરવાનો આરોપ લગાવતા એ ફૂડ કંપની પર કેસ કરી દીધો છે. જણાવી દઈએ કે આ કિસ્સો અમેરિકાને છે અને હાલ ત્યાં આ કિસ્સાએ ઘણું જોર પકડયું છે.
ADVERTISEMENT
ધ વોશિંગટનની એક પોસ્ટ અનુસાર ફ્લોરિડાની રહેવાસી અમાંડા રમીરેજનામની મહિલાએ ક્રાફ્ટ હેંજ (Kraft Heinz) કંપની પર 40 કરોડ રૂપિયાથી વધુનો કેસ કર્યો છે. તેનો આરોપ છે કે ક્રાફ્ટ હેંજ (Kraft Heinz) કંપની ખોટી અને ભ્રમિત કરે એવી જાહેરાત કરી રહી છે. કારણ કે કંપનીના દાવા મુજબ મેક્રોની અને ચીઝ પાસ્તાના 3.5 મિનિટમાં તૈયાર થઈ જાય છે પણ અમાંડા એ જ્યારે તે બનાવ્યું તો એ આટલા સમયમાં તૈયાર થયું નહતું.
અમાંડા એ આ વિશે કહ્યું હતું કે, ક્રાફ્ટ હેંજ (Kraft Heinz) ના એ પ્રોડક્ટ પેકેટમાં જે સમય લખ્યો છે એ ફક્ત માઇક્રોવેવ સુધી રાખવા જવાનો સમય છે. આ સિવાય મેક્રોની બનાવવામાં તેમાં લખ્યા છે તેના કરતાં ઘણા વધુ સ્ટેપ ફોલો કરવા પડે છે પણ કંપનીએ આખી પ્રક્રિયામાં લગતા સમય વિશે કોઈ માહિતી આપી નથી.
એટલા માટે અમાંડા એ આ પછી 'રેડી ટુ કૂક' વાળી ફૂડ કંપની પર 5 મિલિયન ડોલર એટલે કે 40 કરોડ 80 લાખનો કેસ કર્યો છે અને આ સાથે જ તેને કંપની પર આરોપ લગાવ્યો છે કે પ્રોડક્ટના ડબ્બા પર જે સમય લખ્યો છે એટલા સમયમાં પ્રોડક્ટ તૈયાર નથી થતી. જણાવી દઈએ કે અમાંડાએ 18 નવેમ્બરના દિવસે આ કેસ ફાઇલ કર્યો હતો અને આ વિશે ક્રાફ્ટ હેંજ (Kraft Heinz) કંપની તરફથી પણ વળતી પ્રતિક્રિયા મળી છે અને કહેવામાં આવ્યું છે કે આ દાવો બિલકુલ ખોટો છે અને કોર્ટમાં કંપની તેના પર લાગેલ આરોપોનો બચાવ પણ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.