કરતારપુર પર પાકિસ્તાન આર્મીની અવળચંડાઇ, વન-વે કરશે કૉરિડોર

By : vishal 09:25 PM, 06 December 2018 | Updated : 09:25 PM, 06 December 2018
કરતારપુર કોરિડોર મામલે પાકિસ્તાન આર્મીનો નવો ફતવા ચાલું થઇ ગયા છે. કરતારપુર કોરિડોરને વન-વે જ બનાવવા માટેની જાહેરાત કરી છે. કોરિડોર વન-વે થાય તો પાકિસ્તાની શીખ ભારતમાં ન આવી શકે છે અને ભારતના શીખ શ્રધ્ધાળુઓ માત્ર કરતારપુર દર્શન માટે જ જઈ શકે છે. પાકિસ્તાન આર્મીના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે, કોરિડોર વન-વે હશે. 

પાક આર્મીના આ નિર્ણયનો મતલબ છે કે પાકિસ્તાનના શીખ લોકો તેનો ઉપયોગ કરી ભારત જઇ શકશે નહીં. તેના સિવાય કરતારપુર જનાર ભારતના શીખ શ્રદ્ધાળુઓને કરતારપુરની અંદર જ રહેવું પડશે. કોરિડોરની બહાર તેમના જવા પર પ્રતિબંધ હશે. 

પાક આર્મીના મતે, કોરિડોરને બનાવવામાં 6 મહિનાનો સમય લાગશે. કોરિડોર તૈયાર થઇ ગયા બાદ એક દિવસમાં 4 હજાર શિખ શ્રદ્ધાળુઓ અહીં આવી શકશે. મેજર જનરલ આસિફ ગફૂરે ભારતીય મીડિયા ઉપર પણ પોતાની ભડાસ કાઢી છે.

તેમણે કહ્યું કે, કરતારપુર કોરિડોર પર પાકિસ્તાનના પ્રયાસોને ભારતીય મીડિયાએ નકારાત્મક રૂપથી રજૂ કર્યા છે. પાકિસ્તાન સેનાના નિવેદન બાદ ભારતના વિદેશ મંત્રાલયે પણ ટિપ્પણી કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું છે કે, આ દુર્ભાગ્યપર્ણ છે કે આસ્થા સાથે જોડાયેલા આ મુદ્દાલ પર પાકિસ્તાને રાજનૈતિક લાભ લેવાની કોશિશ કરી. મને આશા છે કે, કરતારપુર કોરિડોર પર પાકિસ્તાને જે વાયદો કર્યો છે તેને પુરો કરશે.

ભારતે કહ્યું છે કે, કરતારપુર કોરિડોર પર વિદેશ મંત્રી સુષમા સ્વરાજે સત્તાવાર પ્રતિક્રિયાઓ આપી દીધી છે. રવીશ કુમારે કહ્યું કે, કરતારપુર કોરિડોરને ખોલવો શિખો માટે લાંબા સમયથી તેમની માંગને પુરી કરી હોય તેમ છે. પાકિસ્તાને તેનો રાજનૈતિક લાભ ન લેવો જોઇએ. 

તમને જણાવી દઇએ કે, કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ બાદ પાકના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું હતું કે, ભારત પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ગુગલીમાં ફસાઇ ગયા છે. તે દરમિયાન ભારતે કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ વખતે ભારતના પ્રોટોકોલ ઓફિસરને અંદર નહીં જવા દેવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું કે, કરતારપુરમાં કાર્યક્રમ દરમિયાન પ્રોટોકોલ ઓફિસર્સને કેબિનેટ મંત્રીઓની સાથે હોવું જોઇતું હતું, પરંતુ તેમણે અંદર જવા દેવામાં આવ્યા નહોતા.Recent Story

Popular Story