બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / CID ક્રાઈમની કાર્યવાહીથી આંગડિયા પેઢીના માલિકોમાં ફફડાટ, CG રોડની 20 આંગડિયા પેઢીના માલિકો તાળા મારી ગાયબ
Last Updated: 04:13 PM, 15 May 2024
અમદાવાદમાં થોડા દિવસ પહેલા આંગડિયા પેઢીઓમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ખુલાસો થવા પામ્યો હતો. સટ્ટાનાં પૈસાની હેરાફેરી હવાલા મારફતે થતી હતી. દરોડા સીજી રોડની 20 આંગડિયા પેઢીનાં માલિકોએ તાળા મારી દીધા છે. તેમજ સીજી રોડ પરની ઈસ્કોન આર્કેડ અને ચીનુભાઈ ટાવરમાં આવેલી આંગડિયા પેઢી બંધ થઈ ગઈ હતી. માણેકચોક અને રતનપોળમાં આવેલી કેટલીક આંગડિયા પેઢી ચાલુ છે. તેમજ સીજી રોડ પરનાં પ્રાઈમ આંગડિયામાંથી 5 કરોડ જપ્ત કર્યા છે. એચ.એમ. આંગડિયા પેઢીમાંથી 8 કરોડ, પીએમ આંગડિયામાંથી 2 કરોડ જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ છેલ્લા 3 મહિનામાં 200 કરોડનાં બેનામી હવાલા સામે આવ્યા હતા. જેમાં RTGSની મદદથી ગેરકાયદે નાણાંની હેરાફેરી થઈ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
અમદાવાદનાં સીજી રોડ પર ઈસ્કોન આર્કેડ કોમ્પ્લેક્ષમાં 20 થી વધુ આંગડિયા પેઢીની ઓફીસો આવેલી છે. ઈસ્કોન આર્કેડ ખાતે મોટા ભાગની ઓફીસોને તાળા મારેલા જોવા મળ્યા હતા. ત્યારે સીઆઈડી ક્રાઈમ તેમજ અન્ય એજન્સીઓ દ્વારા હાથ ધરાયેલ તપાસમાં પીએમ એન્ટરપ્રાઈઝ, એચએમ આંગડિયા પેઢીનાં નામ ખુલવા પામ્યા છે. ઈસ્કોન આર્કેડમાં ઓફીસો બંધ જોવા મળી હતી.
સીઆઈડી ક્રાઈમ દ્વારા દરોડા પાડવામાં આવતા આંગડીયા પેઢીની ઓફીસો બંધ જોવા મળી હતી. તેમજ કોઈ પણ કર્મચારી ઓફીસે જોવા મળ્યા ન હતા. તેમજ ઈસ્કોન માર્કેટમાં ત્રણથી ચાર આંગડિયા પેઢીની ઓફીસ આવેલી છે. તો બીજી તરફ શહેરનાં રતનપોળમાં આવેલ આંગડીયા પેઢીઓ ખુલ્લી જોવા મળી હતી. હાલ આચાર સંહિતા લાગુ હોઈ આંગડિયા પેઢીમાં મોટા ભાગનાં વ્યવહાર કરવામાં ન આવતા હોવાનું જાણવા મળ્યું હતુ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT