The opposition attacked the government on the issue of unemployment in the Gujarat Assembly
મહામંથન /
ગુજરાત વિધાનસભામાં બેરોજગારી મુદ્દે વિપક્ષે સરકાર પર પાડી પસ્તાળ
Team VTV09:14 PM, 16 Mar 23
| Updated: 07:33 AM, 17 Mar 23
હાલમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. ત્યારે વિધાનસભા ગૃહમાં વિપક્ષે બેરોજગારી મુદ્દે સરકારને ઘેરી હતી. 31 જિલ્લામાં કુલ 2 લાખ 83 હજાર 140 બેરોજગાર હોવાનો સરકારી આંકડો છે.
31 જિલ્લામાં કુલ 2 લાખ 83 હજાર 140 બેરોજગાર હોવાનો સરકારી આંકડો
2 લાખ 70 હજાર 922 શિક્ષિત લોકો બેરોજગાર
12 હજાર 219 અર્ધશિક્ષિત લોકો બેરોજગાર
વિધાનસભા ગૃહમાં બેરોજગારીનો મુદ્દો ઉઠ્યો હતો. આ મુદ્દે વિધાનસભામાં વિરોધ પક્ષે બેરોજગારી મુદ્દે સરકારને ઘેરી છે. ત્યારે 31 જીલ્લામાં કુલ 2 લાખ 83 હજાર 140 બેરોજગાર હોવાનો સરકારી આંકડો છે. જેમાં 31 જીલ્લામાં કુલ 2 લાખ 83 હજાર 140 બેરોજગાર હોવાનો સરકારી આંકડો છે. જેમાં 2 લાખ 70 હજાર 922 શિક્ષિત બેરોજગાર છે. જ્યારે 12 હજાર 219 અર્ધશિક્ષિત બેરોજગાર છે. સરાકેર 4 લાખ 70 હજાર 444 બેરોજગારોને ખાનગીમાં રોજગારી આપી હોવાનો દાવો કર્યો છે. નોકરીનાં આંકડાઓ રોજગાર કચેરી પાસેના હોવાનો લેખિત જવાબ છે.
ગુજરાતમાં બેરોજગારોની સ્થિતિ!
જિલ્લો
શિક્ષિત બેરોજગાર
અર્ધશિક્ષિત બેરોજગાર
કુલ બેરોજગાર
જૂનાગઢ
9,866
457
10,323
પોરબંદર
4,469
175
4,644
સાબરકાંઠા
9,163
221
9,384
તાપી
5,846
194
6,040
નર્મદા
4,649
139
4,788
વલસાડ
7,145
240
7,385
અમદાવાદ
16,312
1,584
17,896
અમરેલી
9,721
279
10,000
મહીસાગર
13,183
348
13,531
પંચમહાલ
12,066
223
12,289
પાટણ
6,223
216
6,439
દેવભૂમિ દ્વારકા
2,339
97
2,436
આણંદ
17,987
538
18,525
ખેડા
11,817
452
12,269
બનાસકાંઠા
9,645
311
9,945
રાજકોટ
11,110
896
12,006
મોરબી
3,029
139
3,168
અરવલ્લી
6,007
84
6,101
વડોદરા
25,709
789
25,507
ગીર-સોમનાથ
5,728
98
5,826
કચ્છ
9,027
1,650
8,677
મહેસાણા
10,590
371
10,961
ગાંધીનગર
5,998
731
10,961
બોટાદ
2,136
274
2,410
છોટાઉદેપુર
5,352
82
5,464
દાહોદ
10,398
39
10,437
ડાંગ
3,153
81
3,234
નવસારી
4,149
198
4,347
સુરત
11,147
493
11,640
સુરેન્દ્રનગર
11,273
499
11,772
2013-14થી 2017-18 વચ્ચે માત્ર 57 હજાર 920 સરકારી નોકરીના પદ ભરવામાં આવ્યા
ઓક્ટોબર 2013થી સપ્ટેમ્બર 2014 વચ્ચે 25 હજાર 566 સરકારી નોકરીઓ આપવામાં આવી
ફેબ્રુઆરી 2017થી સપ્ટેમ્બર 2018 વચ્ચે માત્ર 3 હજાર 584 નોકરીઓ જ આપવામાં આવી
2014થી 2019 રાજ્યના 33 જિલ્લામાં 57 હજાર 920 લોકોને સરકારી નોકરી આપવામાં આવી
રાજ્યમાં સરકારી નોકરીઓનું રિપોર્ટ કાર્ડ!
2013-14થી 2017-18 વચ્ચે માત્ર 57 હજાર 920 સરકારી નોકરીના પદ ભરવામાં આવ્યા છે. ઓક્ટોબર 2013થી સપ્ટેમ્બર 2014 વચ્ચે 25 હજાર 566 સરકારી નોકરીઓ આપવામાં આવી છે. ફેબ્રુઆરી 2017થી સપ્ટેમ્બર 2018 વચ્ચે માત્ર 3 હજાર 584 નોકરીઓ જ આપવામાં આવી છે. 2014થી 2019 રાજ્યના 33 જિલ્લામાં 57 હજાર 920 લોકોને સરકારી નોકરી આપવામાં આવી છે. 2020-22 સુધીમાં માત્ર 1 હજાર 777 લોકોને સરકારી નોકરી આપવામાં આવી છે. 2014થી 2019 સરકારી નોકરીની ટકાવારી માત્ર 3.3% જ છે. 2014થી 2019 રાજ્યમાં 16 લાખ 94 હજાર 970 લોકોને પ્રાઇવેટ સેક્ટરમાંથી રોજગારી મળી છે. 2020-22 રાજ્યમાં ખાનગી ક્ષેત્રએ 5 લાખથી વધુ લોકોને નોકરી આપી છે. માર્ચ 2022 સુધી 15 જિલ્લાઓમાં એકપણ સરકારી નોકરી આપવામાં આવી નથી. ડિસેમ્બર 2020 સુધીમાં રાજ્યમાં 4 લાખ 12 હજાર 985 લોકોએ રોજગાર કચેરીમાં નોંધણી કરાવી