બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં આવેલું છે આદ્યશક્તિનું બાળ રૂપ, 3 નામોમાં માતાજી હાજરાહજૂર, મહિમા અપરંપાર

દેવ દર્શન / અમદાવાદમાં આવેલું છે આદ્યશક્તિનું બાળ રૂપ, 3 નામોમાં માતાજી હાજરાહજૂર, મહિમા અપરંપાર

Last Updated: 07:35 AM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dev Darshan: અમદાવાદના ગીતામંદિર રોડ પર “નવાપુરાના જૂના બહુચરધામ” મંદિર આવેલું છે. અને તેના નામની જેમ જ આ સ્થાનક અમદાવાદનું સૌથી પ્રાચીન બહુચરધામ મનાય છે

ગુજરાતમાં અનેક મંદિરો આવેલા છે અને દરેક મંદિરને લઈને લોકોની અલગ અલગ માન્યતાઓ અને આસ્થા હોય છે. અમદાવાદના નવાપુરામાં આવેલા બહુચરાજી મંદિર સાથે હજારો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. બહુચરાજી મંદિરમાં માગસર સુદ બીજે ગર્ભગૃહમાં મા બહુચરની અત્યંત ભાવવાહી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. મંદિરે સાચી આસ્થા સાથે આવનાર ભાવિકોને સદાય મા ના આશીર્વાદ મળે જ છે.

3.33

અમદાવાદ શહેરમાં પહેલા નવ પરા વસ્યા

જ્યારે અમદાવાદની રચના થઈ, ત્યારે સર્વ પ્રથમ નવ “પરા” વસ્યા હતા. આ નવ પરાના સૌથી પ્રાચીન દેવી હતા, મા બહુચરા. તે સમયના નવાપરાનું અપભ્રંશ થઈ નવાપુરા બન્યું. અને દેવી નવાપુરાના જૂના બહુચર તરીકે પ્રખ્યાત થયા. મા બાળા બહુચરા એટલે આદ્યશક્તિનું બાળ રૂપ. અત્યંત મનોહરી અને અસુરવિનાશિની સ્વરૂપ. મા બાળા બહુચરા એ બાળા ત્રિપુરા સુંદરીના નામે પણ પ્રસિદ્ધ છે અને સમગ્ર ભારતમાં તેમના અનેકવિધ પાવનકારી સ્થાનકો વિદ્યમાન છે. આ એ સ્થાનક છે કે જે ભક્તોને મન મહેસાણાના બેચરાજી સરીખો જ મહિમા ધરાવે છે. આ સ્થાનક એટલે અમદાવાદનું સૌથી પ્રાચીન બહુચર ધામ. નવાપુરાના જૂના બહુચરાજીનું મંદિર.

d 1

“નવાપુરાના જૂના બહુચરધામ”

અમદાવાદના ગીતામંદિર રોડ પર “નવાપુરાના જૂના બહુચરધામ” મંદિર આવેલું છે. અને તેના નામની જેમ જ આ સ્થાનક અમદાવાદનું સૌથી પ્રાચીન બહુચરધામ મનાય છે. મંદિર લગભગ 400 વર્ષ પ્રાચીન છે. આદ્યશક્તિ બહુચરા પૌરાણિકકાળથી જ વિદ્યમાન હોવાની લોકવાયકા છે. મંદિરના ગર્ભગૃહમાં મા બહુચરની અત્યંત ભાવવાહી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. માતાનું આ રૂપ અત્યંત તેજોમય છે. કહે છે કે દેવીના આ દિવ્ય રૂપના નિત્ય દર્શન કરવાથી પરમશાંતિની અનુભૂતિ થાય છે. એટલું જ નહીં, માન્યતા અનુસાર અહીં આસ્થા સાથે આવનારને મા ક્યારેય નિરાશ નથી કરતા.

66666

માનસરોવરના દર્શનનો મહિમા

નવાપુરા બહુચર મંદિરમાં જેટલો મહિમા માની પ્રતિમાના દર્શનનો છે, તેટલો જ મહિમા અહીં સ્થિત માનસરોવરના દર્શનનો પણ છે. આ માનસરોવર કુંડ કે વાવ જેવાં નામથી પ્રચલિત છે. મંદિરમાં આ સ્થાન દુર્ગા સપ્તશતી યંત્રના નામે પ્રસિદ્ધ છે. પ્રચલિત કથા અનુસાર દંઢકારણ્યમાં અસુર દંઢકનો વધ કર્યા બાદ દેવી સ્વયંની ઈચ્છાથી આ ધરા પર પધાર્યા હતા. તેમણે માનસરોવરમાં શસ્ત્રનો ત્યાગ કર્યો હતો અને પછી ત્યાં વિશ્રામ કર્યો હતો. ત્યારબાદ ભક્તોની ઈચ્છાને વશ થઈ દેવી આજે જ્યાં મંદિર છે તે સ્થાન પર વિદ્યમાન થયા હતા.

d 3

મા બહુચરાનો પ્રથમ સાક્ષાત્કાર

વલ્લભ ભટ્ટ મા બહુચરના પરમ ભક્ત હતા. વલ્લભ ભટ્ટજીને નવાપુરાના બહુચર મંદિરમાં જ મા બહુચરાનો પ્રથમ સાક્ષાત્કાર થયો હતો. માત્ર 11 વર્ષની ઉંમરે વલ્લભ ભટ્ટે આનંદના ગરબાની રચના કરી હતી. અને નવાર્ણ મંત્રને સિદ્ધ કરી વલ્લભ ભટ્ટે આદ્યશક્તિને પ્રસન્ન કર્યા પછી માની ઈચ્છાથી જ તેમણે આનંદના ગરબાની રચના કરી હતી. ભુલાભાઈ બહુચરાજી મંદિર એકમાત્ર એવું મંદિર છે જ્યાં વલ્લભ ભટ્ટ રચિત ૧૮ કડીની ૨૫ મિનિટની મહાઆરતી અને જગયાં કરવામાં આવે છે. આ મહાઆરતી આખા વર્ષમાં એક જ દિવસે કરવામાં આવે છે. માગશર સુદ બીજના દિવસે મા બહુચરને અન્નકૂટ ધરાવવામાં આવે છે.

વાંચવા જેવું: ગુજરાતમાં અહીં કુદરતી બનેલુ શિવલિંગ છે સ્થાપિત, સોમવારે મહારુદ્રીનું આયોજન

ભાવિકો મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે

પ્રચલિત કથા અનુસાર ભક્ત વલ્લભની લાજ રાખવા મા બહુચરે આ તિથિ પર જ સ્વયં વલ્લભ ભટ્ટનું રૂપ લીધું હતું. અને સમગ્ર મેવાડા બ્રાહ્મણ સમાજને રસ રોટલીનું જમણ કરાવ્યું હતું. ત્યારથી તમામ બહુચર મંદિરોમાં માગશર સુદ બીજે રસ રોટલીનો પ્રસાદ વહેંચવામાં આવે છે. નવાપુરામાં આવેલ બહુચરાજીના મંદિરમાં વર્ષમાં એક જ દિવસે એક વાર માતાજી તેમના ગર્ભગૃહમાંથી બહાર આવીને ભક્તોને દર્શન આપે છે. સવારે ૬ વાગ્યે મંગલા આરતી અને રાત્રે ૧૧ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવે છે. હજારો ભાવિકો મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Dev Darshan Bahuchar Mataji Mandir Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ